ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે નૂતન વર્ષા અભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ અન્વયે બેટી બચાવો બેટી વધાવો તેમજ એક થી 12 ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ સાથે જુનાગઢ ડીડીઓ શ્રી એચ પી પટેલ સાહેબની ઉપસ્થિતિ રહ્યા 
હિન્દુ ધર્મમાં નવા વર્ષની ઉજવણીઓ દરેક જગ્યાએ થતી હોય છે જેમાં દેશ-વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ આ પ્રસંગે પોતાના માદરે વતન આવી અનોખી ઉજવણી આજે કચ્છ કડવા પાટીદાર સમાજના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે રમેશભાઈ પુંજાભાઈ માકણીના પ્રમુખ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ અન્વયે એક થી 12 ધોરણમાં તમામ ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપી તેમજ ચાલુ વર્ષે જન્મેલ દીકરીઓનું માતા-પિતા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો 
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા વતી થી દર વર્ષે દિવાળી થી દિવાળી સુધીમાં જન્મેલ દીકરીઓને બેટી બચાવો બેટી વધાવો અન્વયે છેલ્લા દસ વર્ષથી પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવે છે જેના અનુસંધાને ચાલુ વર્ષે 31 દીકરીઓ નું સન્માન કરવામાં આવેલ છે જે નિમિત્તે દામાવાસ કમ્પા ખાતે પાંચ દીકરીઓ નું સન્માન કાર્યક્રમ ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશ પી પટેલ તેમજ ગામ આગેવાનો સાથે પૂજન સાથે કરેલ અને એક થી 12 ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન શ્રી વિજયભાઈ બાબુભાઈ પોકાર તરફથી કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં બંને દિવસના જમણવારના દાતાશ્રી રમેશભાઈ પુંજાભાઈ માકાણી ગાંધીનગર નું સન્માન કરવામાં આવેલ આજ રોજ ગાંધીનગર મુખ્યમંત્રી વિભાગમાં ઓ એસડી તરીકે સેવા આપેલ અને તાજેતરમાં જુનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપેલ છે એવા શ્રી એચ પી પટેલ સાહેબ પરિવાર સાથે ઉપસ્થિત રહી આ વિસ્તારની પ્રથમ મુલાકાત તેમજ ગ્રામ્ય રહેણીકરણી થી પ્રભાવિત થયા હતા
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી લખમસિંહ મુખી બાપા તેમજ વિઠ્ઠલમુખી ડોક્ટર બીકે પટેલ અગ્રણી બિલ્ડર શ્રી હસમુખભાઈ પ્રવીણભાઈ વિજયભાઈ તેમજ નાસિક સમાજ મંત્રી શ્રી જગદીશભાઈ અને યુવા ભાઈઓ અને બહેનો નવા વર્ષના શુભ સંકલ્પો લીધા હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163981
Views Today : 