4 વર્ષની ગુમ થયેલ દીકરીને શોધી પરિવારને સોંપતી ખેડબ્રહ્મા પોલીસ..
ખેડબ્રહ્મા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી
તારીખ 20- 10- 25 ના રોજ ખેડબ્રહ્માના બજારમાંથી ગુમ થયેલ ચાર વર્ષની બાળકી ને રાજસ્થાનથી શોધી લાવી તેના પરિવાર સાથે મિલન કરાવાયું હતુ. દિવાળીના તહેવારોને કારણે ખેડબ્રહ્મા શહેરમાં અત્યંત ઘરાકી હોવાથી કુટુંબ સાથે આવેલી એક ચાર વર્ષની દીકરી ગઈ છૂટી પડી ગઈ હતી જેને શોધવા માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.એન. સાધુ, પી.એસ.આઇ. કે.વી. વહોનીયા તથા અહેકો ધર્મેન્દ્રકુમાર પટેલ, અપોકો પ્રદિપસિંહ, આપોકો દિલીપભાઈ, આપોકો અક્ષયકુમાર, આપકો કલ્પેશ કુમાર તથા આપોકો અરવિંદભાઈ વિગેરેએ અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર વાયરલ કર્યા હતા તે દરમિયાન હકીકત મળેલ કે સાવન ક્યારા તા. કોટડા રાજસ્થાનના ગમાર લાધાભાઈ ની દીકરીને ખેડબ્રહ્મા ખાતેથી એક છોકરી મળેલ જેના વાલી વારસ ના મળતાં તેને ઘેર લઈ ગયેલ જે હકીકત આધારે લાધાભાઈ ગમાર ના ઘરે જઈ તપાસ કરતાં સદર ગુમ થયનાર દીકરી મળી આવતાં આ દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891