પોશીના પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા SOG એ દબોચ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા દિવાળી તથા નવા વર્ષના તહેવાર અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ ચાર્ટર લગતી કામગીરી કરવા તથા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપેલ હતી જે અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી ડૉ પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ ના ઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાના આધારે શ્રી સ્મિત ગોહિલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગર દ્વારા સુચના મુજબ શ્રી ડી સી સાકરીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SOG સાબરકાંઠા ની સૂચના અન્વયે એસ ઓ જી સ્ટાફ એટીએસ ચાર્ટર લગતી કામગીરી બાબતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ બી એન ડી પી એસ એક્ટ 8 (સી) 20 (બી) 29 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી ઠાવરાભાઈ રાજાભાઈ બુંબડીયા ઉંમર વર્ષ 72 રહે. ધુબરી ફળી વલસાડી તાલુકો પોશીના જીલ્લો સાબરકાંઠા વાળા બાબતે અ.હે. કોન્સ. જયદીપ દિનેશચંદ્ર તથા પો. કોન્સ. નિલેશકુમાર બાબુભાઈ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમી અન્વયે નાસ્તો ફરતો આરોપી હિંમતનગર ટાઉનહોલ આગળ ઈડર જતા હાઇવે રોડ ઉપરથી મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023 ની કલમ નંબર 35 (1) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપી સોંપવામાં આવ્યો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







