ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં સ્થાનિક યુવાનોએ કરી જાત મહેનત
હાલ ઓચિંતા આવેલા વાતાવરણ ના પલટવાર થી છેલ્લા બે દિવસથી ઉના અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ત્યારે ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર વિસ્તારમાં સ્થાનિક પંચાયત ની અણ આવડત નો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે શ્યામ નગર ખાતે જ્યાં નવા પેવર બ્લોક નુ કામ કરાવેલ છે
એ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ ની કોઈ સગવડ કરીયા વગર પેવર બ્લોક પાથરી દિધા આ કારણોસર વરસાદી પાણી ભરાઇ જતાં સ્થાનિક લોકો ને ભારે હાલાકી વેઠવી પડે છે અને હાલ લોકો ગોઠણડૂબ પાણી ભરાવાની સમસ્યા નો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક પંચાયત દ્રારા આવા ભરાયેલા પાણી નો કોઈ નિકાલ કરવા માટે કામગીરી કરવામાં આવી નથી
ત્યારે સ્થાનિક યુવાનોએ એ વરસતા વરસાદમાં અપના હાથ જગન્નાથ મુજબ વરસાદી પાણી ભરાઇ ગયા હોય એવા વિસ્તારમાં કોદાળી પાવડો વગેરે વગેરે સાધનો દ્રારા ભરાયેલા પાણી નો નિકાલ કરવા માટે મહેનત કરવા લાગી ગયા છે એક બાજુ ભરાયેલા પાણી તો બીજી તરફ ગંદકી થી ઉભરાતી ગટરો મા આ યુવાનો ઉતરી ને હાલ તો વરસાદી પાણી ના નિકાલ માટે કામે લાગી ગયા છે ત્યારે લોકો મા એક વાત ની અંદરોઅંદર ચર્ચા થવા લાગી છે કે સ્થાનિક પંચાયત દ્રારા સફાઇ વેરો પાણી વેરો ઘર વેરો દિવાબતી વેરો વગેરે વગેરે વેરા કરવેરા વસુલવા મા આવે છે તેમ છતાં શ્યામ નગર જેવા સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા મજૂર અને ગરીબ મધ્યમ વર્ગના લોકો ને સુવિધા આપવા ને બદલે સતત ઓરમાયું વર્તન સ્થાનિક પંચાયત દ્રારા કરવામાં આવી રહ્યું છે હવે એ જોવાનું રહ્યું કે શ્યામ નગર જેવા પછાત અને સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા લોકો ની સમસ્યા ઓ સ્થાનિક પંચાયત દ્રારા હલ કરવા મા આવસે કે પછી સતત ઓરમાયું વર્તન થતું રહેશે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના (દેલવાડા)






