ઉના તાલુકા નુ ખત્રિવાડા ગામ રોડ માર્ગે થી થયું સંપર્ક વગર નુ
ઉના શહેર અને તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક થી પડી રહેલા કમોસમી ભારે વરસાદ ને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે આજરોજ ઉના તાલુકાના છેવાડાનું ગામ એટલે કે ખત્રીવાડા ગામ ની ભૌગોલિક સ્થિતિ મુજબ રુપેણ અને માલણ નદી થી ઘેરાયેલું ગામ છે

શાણા ડુંગર ઉપર થયેલા ભારે વરસાદને કારણે માલણ નદી માં ઘોડાપૂર આવ્યું છે જેના કારણે ખત્રીવાડા ગામ સડક માર્ગે થી વિખુટુ પડી જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે જ્યારે ગામ ના સરપંચ શ્રી જે કે શિયાળ દ્રારા તાત્કાલિક જે સી બી દ્રારા વાહન વ્યવહાર ચાલુ થય શકે એ માટે જહેમત ઉઠાવી છે સ્થાનિક રહીશો અને યુવાનો પણ સાથે જોડાયેલા છે

જ્યારે નવા જુના ખત્રીવાડા ગામ ની વચ્ચે થી પસાર થતી આ નદી એ બંને ગામો ના આવવા જવા માટે નો રસ્તો સંપૂર્ણ પણે બંધ થયો છે હાલ તો સરપંચ શ્રી જે કે શિયાળ દ્રારા સડક માર્ગ પર આવેલા નાળા જે સી બી દ્રારા સફાઇ કરાવાની કામગીરી હાથ ધરી છે જેને કારણે પાણી ઓસરી શકે નવા જુના ખત્રીવાડા ગામ ના લોકો એવું ઇચ્છે છે કે બને ગામ ની વચ્ચે નદી ઉપર કોઝવે કમ પુલ બનાવવામાં આવે તો નદી માં આવતા ઘોડાપૂર થી પડતી અગવડતા નો અંત
આવે અને કોઝવે કમ ચેકડેમ બને તો પાણી નો સંગ્રહ પણ થય શકે સાથે સાથે અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસું વિદાય થય ગયુ પછી દિવાળી પર્વ પછી લાભ પાંચમ ના વરસેલા કમોસમી વરસાદથી નદી માં ઘોડાપૂર આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






