સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ધામ દેલવાડા ના ગૃપ્ત પ્રયાગ ખાતે પુર ના પાણી ફળી વળીયા
ઉના તાલુકાના દેલવાડા ખાતે આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ગૃપ્ત પ્રયાગ ખાતે આજરોજ પડેલા ભારે વરસાદના કારણે સાંકળો નદી માં ઘોડાપૂર આવતાં તિર્થ ક્ષેત્રમાં આવેલા તમામ કુંડો પર પાણી ફરી વળ્યા હતા સાથે સાથે પાણી ની સપાટી એ મર્યાદા ઓળંગી કુંડ કિનારે આવેલા ભગવાન શ્રી પ્રયાગરાય મંદિર માં પ્રવેશ કરી ભગવાન શ્રી પ્રયાગરાય ને જળાભિષેક કરીયો હતો
સાથે સાથે પ્રયાગ ના તમામ કુંડો તરફ જવા ના પુલો પાણી માં ગરકાવ થયા હતા અને જુના વૃદ્ધાશ્રમમાં પણ પુર ના પાણી ફરી વળ્યા હતા આજે ગૃપ્ત પ્રયાગ ખાતે પુર ના પાણી એ રેકોર્ડ સર્જ્યો હતો સમસ્ત તિર્થ ક્ષેત્રમાં જાય જોવ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું ગંગા કુડ જમના કુંડ સહિત ના કુંડો પુર ના પાણી ને કારણે સમરસ બની ગયા હતા
હાલ મા ગૃપ્ત પ્રયાગ ખાતે વૃધ્ધાશ્રમ મા વસવાટ કરતા તમામ વડિલો માટે અધતન સુવિધા સુસજ્જ બિલ્ડીંગ બનાવવા મા આવેલ છે એમાં તમામ વડિલો વસવાટ કરી રહ્યાં છે સાથે સાથે આ વડિલો માટે વ્યવસ્થાપક સમિતિ દ્વારા સુંદર અને સલામત સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે
આમ આ કમોસમી વરસાદ ના પુર ના પાણી એ ભગવાન શ્રી પ્રયાગરાય મંદિર માં પ્રવેશ કરી પોતાની તિવ્રતા ના મેઘાવી માહોલ ના દર્શન કરાવેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







