વડાલીમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
સાબરકાંઠા જિલ્લાના વડાલી ને તાલુકાનો દરજ્જો મળ્યા ને 30 વર્ષ જેટલો સમય થયો છતાં હાલ વડાલી બસ સ્ટેન્ડ થી વંચિત..
વડાલીને તાલુકા નો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારે વડાલીની પ્રજામાં આનંદની લહેર જોવા મળી હતી ધીમે ધીમે તાલુકામાં તમામ સગવડો ભૂતકાળના વર્ષોમાં ઊભી થવા લાગી પરંતુ તાલુકા ની પ્રજાને કમનસીબી કારણે તાલુકા નો દરજ્જો મળ્યા ના 30 વર્ષ પછી પણ બસ ડેપો ન બનતા ગરમીની સિઝનમાં મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે વડાલી બસ સ્ટેશન ઊભું કરવાની લોકોની ઉગ્ર માંગ વડાલીને તાલુકાનો દરજ્જો મળ્યા બાદ વડાલી બસ સ્ટેશન ઊભું કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં આજે વર્ષો વીત્યા છતાં પણ તાલુકા મથકે હજુ પણ બસ સ્ટેશનના ઠેકાણા નથી 
તાલુકાની પ્રજાને તાલુકા મથકે આવ્યા બાદ બસોનો સમય પણ જાણવા મળી શકતો નથી અને કોઈપણ જાતના ટિકિટ બુકિંગ તેમજ પાર્સલ સુવિધા માટે ઈડર અને ખેડબ્રહ્મા ડેપો સુધી જવું પડે છે ત્યારે એસટી ખાતા દ્વારા વડાલીને બસ સ્ટેશન મળી રહે તે માટે જમીન મેળવવા વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળતા વડાલી તાલુકાના પ્રજા હાલાકી ભોગવી રહી છે ત્યારે છેલ્લે વિભાગીય એસટી હિંમતનગર દ્વારા 27 મે 2022 ના રોજ વડાલી સીટી સર્વે નંબર 4061ની પીડબ્લ્યુડીની 1500 ચોરસ મીટર જગ્યા જે વડાલી બસ સ્ટેશન પાસે આવેલી છે તે મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી વડાલી બસ સ્ટેશન પાસે આવેલી ઈડર કચેરી હસ્તકની જગ્યા છેલ્લા કેટલા વર્ષોથી બિનઉપયોગી પડી છે જેમાં પોલીસ સ્ટેશનના ભંગાર વાહનો મૂકવામાં આવી રહ્યા છે બિન ઉપયોગી જગ્યા ના કારણે કેટલાક અસામાજિક તત્વો માટે આશ્રયનું સ્થાન બની ગયું છે ત્યારે સાત માસ અગાઉ બસ સ્ટેશન બનાવવા બાબતે સદર જગ્યાની માપણી કરી દરખાસ્ત વડાલી પ્રાંત કચેરીમાં મોકલવામાં આવી છે પરંતુ હજુ સુધી વડાલીને બસ સ્ટેશનની જમીન ફાળવવામાં આવી નથી તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારી 28 ડિસેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટની મિટિંગમાં અગત્યના નિર્ણય કર્યો છે જે પૈકી એક નિર્ણય એવો પણ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારમાં નોન્યુઝેબલ સરકારી બિલ્ડિંગોની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે તમામ બિલ્ડિંગનું નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર સત્વરે વડાલી બસ સ્ટેશન પાસે એની બિન ઉપયોગી જમીન જે માર્ગ અને મકાન વિભાગ ઈડર હસ્તકની પડતર જમીન જે વડાલીમાં બસ સ્ટેશન બનાવવા માટે એસટી વિભાગ હિંમતનગર ને 1/ ના ટોકન દરથી 99 વર્ષના ભાડા પેટે હેતુ ફેરથી તબદીલ કરવા મંજૂરી આપવામાં આવે તેથી સરકાર દ્વારા વડાલીમાં બસ સ્ટેશનની મંજૂરી આપી આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી તેવી વડાલી ની લોકોની ઉગ્ર માંગણી છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142384
Views Today : 