સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી અને હિંમતનગર ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિહ ડી. ઝાલા સાહેબે આરવ ના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP-2025)થી સન્માનિત માસ્ટર આરવ ભારદ્વાજ લોહ પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જયંતિ નિમિત્તે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધીની પ્રેરણાદાયી સાયકલ યાત્રા પર છે. 
આ યાત્રા 19 ઑક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીમાં આરંભાયેલી હતી અને દિલ્લી, ગુરુગ્રામ, માણેસર, ધારુહેડા, શાહજહાંપુર, કોટપૂતલી, શાહપુરા, જયપુર, કિશનગઢ, ઉદયપુર માર્ગે વિહરતા માસ્ટર આરવ અને આદિત્ય ભારદ્વાજને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતેથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ડી. ઝાલા સાહેબ તેમજ મહાનુભાવોએ સ્વાગત કરી તેમના સાયકલ પ્રવાસને લીલીઝંડિ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

માત્ર 13 વર્ષની ઉંમરે દેશભક્તિ અને એકતા પ્રત્યે અદમ્ય ભાવના ધરાવતા આરવ એ અગાઉ પણ અનેક ઐતિહાસિક યાત્રાઓ કરી છે. વર્ષ 2022માં આરવ ભારદ્વાજે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે મોઇરાંગ (મણિપુર)થી નવી દિલ્હી સુધી 2612 કિ.મી.ની યાત્રા દ્વારા તેઓએ દેશના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ વર્ષ 2024માં કારગીલ વિજય દિવસની 25મી સિલ્વર જુબલી નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સુધી 1251 કિ.મી.ની યાત્રા કરી હતી.
આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા જી, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ શ્રી કુલદીપભાઈ પાઠક, મહામંત્રી પરીક્ષિતભાઈ વખારિયા, શ્રી દિકુલભાઈ ગાંધી, પ્રકાશભાઈ વૈદ્ય, શશીકાંત ભાઈ સોલંકી, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142318
Views Today : 