ખેડબ્રહ્મા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને વિદેશી દારૂ તથા ટાટા એસ ઈ ઝેડ આઈ ટેમ્પી સાથે દબોચ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ પ્રોહી-જુગારની પ્રવૃત્તી નેસ્તનાબુદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોઇ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામા સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચન આપેલ જે સુચના આધારે તા. ૨૯-૧૦-૨૫ ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓ તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો.પ્રદિપસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે, ખેરોજથી ખેડબ્રહ્મા તરફ એક વાદળી કલરની ટેમ્પી ભંગારની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે જે હકીકત આધારે મટોડા રોયલ પાર્ક હોટલ પાસે નાકાબંધી કરી વૉચમાં હતા. તે દરમ્યાન સદર વર્ણન વાળી ટેમ્પી આવતાં જેમાં ચેક કરતાં ભંગારની નીચેથી વિદેશીદારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૬૪૮ જેની કીંમત રૂપીયા કિ.રૂ.૧,૦૧,૫૨૦/-નો તથા ટાટા એસ.ઇ.ઝેડ.આઇ ટેમ્પીની કીંમત રૂપીયા ૫૦,૦૦૦/- ની મળી કુલ રૂપીયા ૧,૫૧,૫૨૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લઇ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રમેશચંદ્ર હૂકમિચંદ ખટીક હાલ રહે. ઉસર તા. કુંભલગઢ જી. રાજસ્થાન વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
(૧) ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેકટર (૨) અ.હે.કો. ધમેન્દ્રકુમાર નટવરભાઇ (૩) અ.પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ (૪) આ.પો.કો.દીલીપભાઇ રણછોડભાઇ
(૫) આ.પો.કો.અક્ષયકુમાર પોપટભાઇ (૬) આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઇ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142834
Views Today : 