>
Thursday, October 30, 2025

મેઘરજ તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખાતરની અછતને લઈને મામલતદારને રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું

મેઘરજ તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખાતરની અછતને લઈને મામલતદારને રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું

 

ગુજરાતના અરવલ્લી જિલ્લા ની ભિલોડા વિધાનસભામાં આવતા મેઘરજ તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મેઘરજ તાલુકા પ્રમુખ કેતન કટારા અને સાબરકાંઠા લોકસભા ઇન્ચાર્જ જયદીપસિંહ ચૌહાણ અને જિલ્લા ટીમમાંથી રાજુભાઈ સિસોદિયા એડવોકેટ , મહેશભાઈ ડામોર અને તાલુકા મહામંત્રી રામચંદભાઈ ખાટ , મેઘરજ તાલુકાના સંગઠન મંત્રી જનેશભાઈ ડામોર અને તાલુકા તથા જિલ્લાના પાર્ટીના સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની આગેવાની માં એક કિસાન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરજ મામલતદાર શ્રી ને રજૂઆત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

 

મેઘરજમાં ડીએપી ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાન છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, છતાં તેમને ખાતર મળી રહ્યું નથી. ખેતીવાડી દ્વારા આપવામાં આવતી બિયારણ કીટ સમયસર મળતી નથી આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ખેડૂતોના સમર્થનમાં આગળ આવી છે.

આ રેલી ખાતર ડેપોથી શરૂ થઈને મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર અને વિરોધના નારાઓ સાથે પહોંચી હતી.રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. મામલતદાર કચેરી પહોંચીને ખેડૂતો અને કાર્યકરોએ રામધૂન કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સુધી પોતાની સમસ્યા પહોંચાડવાની માંગ કરી હતી.

 

જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના હકનું ખાતર સમયસર મળવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો ત્રણ દિવસમાં ખાતરની અછતનું નિરાકરણ નહીં આવે, તો આમ આદમી પાર્ટી મેઘરજમાં ધરણાં આંદોલન શરૂ કરશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાતરનો ગંભીર અભાવ છે, જેના કારણે ખેતીનું કામ અટકી ગયું છે. ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભા રહીને હેરાન થવું પડે છે.આ રેલીમાં તાલુકા તથા જિલ્લા સ્તરના આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ મેઘરજ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores