>
Saturday, November 1, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ મુર્હૂત કરવામાં આવ્યું 

ઉના તાલુકાના દેલવાડા ગામે તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ મુર્હૂત કરવામાં આવ્યું

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ મુર્હૂત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેલવાડા ગામ ના વિદ્વાન શાસ્ત્રી શ્રી હરેશભાઇ જોશી તથા કાર્તિક ભાઇ જોશી દ્રારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંડપ મુર્હૂત કરવામાં આવ્યું હતું જેમાં વડલો પિપળો ઉંબરો સમડી વાસ નુ રોપણ કરવામાં આવે છે સાથે સાથે કરડા કોડી અને લાલ ચણોઠી પણ ઉમેરવામાં આવે છે આ મંડપ મુર્હૂત નુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ના મહાત્મ્ય નુ વર્ણન કરતાં શાસ્ત્રી શ્રી હરેશભાઇ જોશી એ જણાવ્યું હતું કે કે વડલો પિપળો ઉંબરો એ ઓક્સિજન ના વાહક વૃક્ષ છે જ્યારે સમડી અને વાસ એ પોઝિટિવ એનર્જી આપનાર અને સૌભાગ્યનું પ્રતીક સમાન લાલ ચણોઠી અને દરિયા ની કોડી એ અઢળક ઉર્જા ઉત્પન્ન કરે છે જ્યારે લોખંડ નો કરડો લોહતત્વ ભરપૂર છે અને ચુંબકીય તરંગો આપનાર છે જે શાસ્ત્રો મુજબ એક વૈજ્ઞાનિક પણ કારણ છે માટે મંડપ મુર્હૂત વખતે પિપળો ઉંબરો સમડી વાસ વડલા ની ડાળો મંડપ મુર્હૂત ના રુપે આરોપણ કરવામાં આવે છે આમ આપણા દરેક પ્રસંગ માં શાસ્ત્ર દ્રારા પર્યાવરણ તથા આર્યુવેદ નુ ધ્યાન રાખી આપણા રુષિ મુનિ ઓ એ શાસ્ત્રો તથા વિધી વિધાન નુ આયોજન કરાયું છે. આમ આજરોજ તુલસી વિવાહ અંતર્ગત ના મંડપ મુર્હૂત કરવામાં આવ્યું છે સાથે સાથે આજરોજ તુલસી માતા ને પીઠી હલદી તથા દાંડિયા રાસ ગરબા નુ આયોજન રાત્રે 9/30 કલાકે કરાયું છે આ સમસ્ત કાર્યક્રમ મા શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના (દેલવાડા)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores