>
Saturday, November 1, 2025

વડાલી પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિંમત ₹2,52,720 અને ઈકો ગાડી સાથે કુલ 4,52,000 નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો

વડાલી પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિંમત ₹2,52,720 અને ઈકો ગાડી સાથે કુલ 4,52,000 નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો

 

ઇકો ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુદ્દામાલ કિ.રૂ. ૨.૫૨, ૭૨૦/- નો રાખી કુલ કિ.રૂ. ૪,૫૨, ૭૨૦/- નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ સોધી કાઢતી વડાલી પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ સાબરકાંઠા તથા ઇડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મીત ગોહીલ સાહબ નાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તી અટકાવી નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત હતા

 

તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ પી આઇ તથા પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઈકો કાર નંબર-GJ.31.R.2191 નો ચાલક લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણ રહે.નવાભગા તા.વિજયનગર વાળો રાજસ્થાન રાજ્યના અંબાસા દારૂના ઠેકા ઉપરથી પ્રવિણ ઉર્ફે પીરો કાંન્તિભાઈ ડામોર તથા વિનોદ ઉર્ફે ફેડો ચંદુભાઈ ડામોર રહે.ચોકલી તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન નાઓ મારફતે અંબાસા દારૂના ઠેકા ઉપરથી સેલ્સમેન કાન્હા તથા કુશલ બાબુલાલ ટાંક તથા પ્રિન્સ નામના માણસો પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર ભરીને ઇડર મુકામે રહેતા બાદરજી ફુલાજી વણઝારા તથા પિયુષ પ્રતાપજી ઠાકોર તથા પ્રકાશ રાણાજી વણઝારા તથા નરેગા પુનમાજી રબારી તથા જયેશ કેડા વણઝારા નાઓને આપવા સારૂ અંબાસાથી નિકળી તાંદલીયા કંપા થઈ વડાલી તાલુકાના મેઘ ગામે થઈ ઇડર મુકામે જનાર છે અને જેનુ પાયલોટીંગ હોન્ડા સાઇન મો.સા નં.GJ.09.CR.5576 ઉપર પ્રવિણભાઈ કાંન્તિભાઈ ડામોર તથા બીજી હોન્ડા સાઇન મો.સા ઉપર અજય નિનામા રહે.કુપડા તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન નાઓ કરી રહેલ છે જે બાતમી હકીકત આધારે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ તપાસમાં રહેતા ઉપરોકત નંબર વાળી ફોર વ્હીલ ગાડી આવતા જેને હાથનો ઇશારો કરી ઉભી રખાવી ગાડીને ચેક કરતા સદરી ગાડીના વચ્ચે તેમજ પાછળના ભાગે શીટની વચ્ચે ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની બોટલ/ટીન નંગ-૪૫૬ કુલ કિ.રૂ.૨, ૫૨, ૭૨૦/- તથા ઇકો ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૫૨,૭૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સદરી પકડાયેલ આરોપી લાલજીભાઇ સોમાભાઈ ચૌહાણ રહે.નવાભગા તા.વિજયનગર તથા મુદ્દામાલ ભરી આપનાર તેમજ લાવી આપનાર તથા પાયલોટીંગ કરનાર તથા મુદ્દામાલ મંગાવનાર કુલ.૧૩ આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

 

પકડાયેલ આરોપી..

 

(૧) લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણ ઉ.વ.૩૩ રહે.નવાભગા તા.વિજયનગર જી.સાબરકાંઠા

 

પકડવાના બાકી વોન્ટેડ આરોપીઓ –

 

(૧) પ્રવિણ ઉર્ફે પીરો કાંન્તિભાઈ ડામોર (વિદેશી દારૂ/બિયરનો જથ્થો ભરી લાવનાર તથા પાયલોટીંગ કરનાર) (૨) વિનોદ ઉર્ફે ફેડો ચંદુભાઈ ડામોર બન્ને રહે.ચોકલી તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન (વિદેશી દારૂ/બિયરનો જથ્થો ભરી લાવનાર) (૩)કાન્હા (૪) કુશલ બાબુલાલ ટાંક (૫) પ્રિન્સ રહે.અંબાસા દારૂના ઠેકાના સેલ્સમેન તા.ઝાડોલ રાજસ્થાન (નં.૩,૪,૫ વિદેશી દારૂ/બિયરનો જથ્થો ભરી આપનાર) (9) સતિષ ડામોર રહે.ચોકલી તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન (૭) નિતિન ઠાકોર હાલ રહે. ખેડબ્રહ્મા (૮) અજય નિનામા રહે.કુપડા તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાન (પાયલોટીંગ કરનાર) (૯) બાદરજી ફુલાજી વણઝારા રહે.ઇડર તા.ઇડર (૧૦) પિયુષ પ્રતાપજી ઠાકોર રહે.ઇડર તા.ઇડર (૧૧) પ્રકાશ રાણાજી વણઝારા રહે.ઈડર તા.ઈડર (૧૨) નરેગા પુનમાજી રબારી રહે.ઈડર તા.ઈડર (૧૩) જયેશ કેડા વણઝારા રહે.ઈડર તા.ઈડર (નં.૯ થી ૧૩વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર)

 

કામગીરી કરનાર કર્મચારી.

 

(૧) ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર

 

(૨) અ.હેડ.કોન્સ હિરણસિંહ જગતસિંહ

 

( ૩) આ.પો.કો યુવરાજસિંહ કિરીટસિંહ

 

(૪) અ.પો.કો નરેશકુમાર મોતીભાઇ

 

(ડી.આર.પઢેરીયા) પોલીસ ઇન્સ્પેક્ટર વડાલી પોલીસ સ્ટેશન.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores