હિંમતનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું સફળ આયોજન કરાયું
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના હસ્તે દોડને પ્રસ્થાન કરાવાયું
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા સંકલ્પ લેવાયો

ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “રન ફોર યુનિટી”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. આ “રન ફોર યુનિટી”ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી.

રન ફોર યુનિટી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ તથા નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો હતો. આ દોડમાં ઉત્સાહભેર ભાગ લેનારા રમતવીરોને અંતે પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રાંત અધિકારીશ્રી, રમતગમત અધિકારીશ્રી સહિત પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    





 Total Users : 143490
 Total Users : 143490 Views Today :
 Views Today : 