ઉના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મોસાળા ની શોભા યાત્રા નિકળી
ઉના ના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ દેલવાડા ગામ ના સોમેશ્વર યુવક મંડળ તથા સમસ્ત શ્યામ નગર વિસ્તાર મોસાળ પક્ષ ના યજમાન હોય માતાજી ને શ્યામ નગર ખાતે પધરાવી કરાવી હતી
ત્યાં બાદ બપોર પછી 3/30 વાગ્યે વિધિવત તુલસી માતાજી ને લેવા માટે સમસ્ત દેલવાડા ગામ ના લોકો તથા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો જય શ્રી જળદેવી ગરબી મંડળ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્રારા મોસાળા ની શોભા યાત્રા સ્વરૂપ માતાજી ને નિજ મંડપ ખાતે લાવવામાં આવેલ આ શોભાયાત્રા શ્યામ નગર તથા ગામ ના વિવિધ વિસ્તારોમાં ફરી શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ખાતે પધારેલ આ શોભાયાત્રા મા સણગારેલ બળદ ગાડા મા તુલસી માતાજી ની પધરામણી કરી મોસાળ પક્ષ ના દિનેશભાઇ ડોડિયા તથા ભાવના બેન એ માતાજી ને નગરચર્યા કરાવેલ હતી બહોળા પ્રમાણમાં લોકો એ શોભાયાત્રા મા હાજરી આપી રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી
ગામ ના બહેનો એ વિશેષ રાસ રજુ કરીયા હતા આમ આજરોજ તુલસી વિવાહ અંતર્ગત ના મોસાળા પ્રસંગે ની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માટે સોમેશ્વર યુવક મંડળ દ્વારા સવિશેષ તૈયારી ઓ કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના ( દેલવાડા)






Total Users : 144135
Views Today : 