વડાલી નગર માં તુલસી વિવાહ યોજાયો…
વડાલી નગર ખાતે આવેલ અતિ પૌરાણિક શ્યામસુંદર ભગવાન ના મંદિરમાં તુલસી વિવાહ સંપન્ન થયો
શ્યામ સુંદર ભગવાનના મંદિરમાં કારતક સુદ અગિયારસ ને શનિવારે તુલસી વિવાહ ભવ્ય રીતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

તુલસી વિવાહ માં વરઘોડો બપોરે એક કલાકે માણેકચોક થી સમગ્ર નગરમાં ફરીને નિજ મંદિરે પહોંચ્યો હતો
શ્યામસુંદર મંદિરમાં તુલસી વિવાહ માં ગણેશ સ્થાપન બપોરે 2.00 કલાકે તેમજ ગ્રહશાંતિ 2.30 કલાકે અને હસ્તમેળાપ બપોરે 3 થી 5.30 કલાકે યોજાયો હતો
તુલસી વિવાહમાં વર પક્ષ માં સુખડિયા કિરણબેન પ્રજ્ઞેશભાઈ તેમજ તુલસી સાથે કન્યા પક્ષ લીલાબેન ચંદુભાઈ સગર હતા
વડાલી નગર સમસ્ત મહિલા મંડળ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં જોડાયા હતા
તુલસી વિવાહ શ્યામસુંદર મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યૂઝ







Total Users : 163946
Views Today : 