>
Saturday, November 1, 2025

શામળાજી મંદિર ખાતે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા જાહેરનામું બહાર પાડ્યું..

શામળાજી મંદિર ખાતે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા જાહેરનામું બહાર પાડ્યું..

 

શામળાજી ખાતે જગત પ્રસિધ્ધ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલ છે. જે મંદિર ગુજરાત તેમજ રાજસ્થાનના લોકોની આસ્થાનું કેન્દ્ર છે તેમજ આ મંદિર નેશનલ હાઈવે નં.૪૮ ની નજીક આવેલ હોઈ અલગ-લગ રાજ્યના લોકો દર્શાનાર્થે આવતા હોય છે. જેથી શામળાજી ખાતે આવેલ શામળિયા ભગવાન (વિષ્ણુ ભગવાનજી) ના મંદિરમાં દર પૂનમ નિમિત્તે તથા મેળાના દિવસે તથા તુલસી વિવાહમાં ભારે સંખ્યામાં દર્શનાર્થી દર્શાનાર્થે આવતા હોઈ તે દિવસ દરમિયાન શામળાજી સી.એચ.સી. ડીપ સુધીના વિસ્તારમાં નાના-મોટા ફેરિયાઓ તેમજ દર્શનાર્થીઓ ચાલતા આવતાં જતાં હોવાના કારણે ખૂબ જ વધુ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તે સિવાય નાના વાહન ચાલકો પોતાના વાહન ડુંગરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરતા હોય છે તેમજ ડુંગર પાસે આવેલ પાર્કિંગની જગ્યા ઓછી હોઈ વાહન ચાલકો પોતાના વાહન રોડની સાઈડમાં પાર્ક કરી જતા રહેતા હોય છે. જેથી મોટા વાહનો આ સર્વિસ રોડ ઉપર આવન-જાવન કરે તે વખતે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી દર્શનાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેમજ ક્યારેક સુરક્ષાની રીતે મહત્વના પદાધિકારીશ્રીઓ પણ કોન્વોય સાથે મંદિરના દર્શનાર્થે આવતા હોય છે. જેથી શામળાજી બસ સ્ટેન્ડમાં આવતી તમામ બસોને કે જે હિંમતનગર, મોડાસા, ભિલોડા તરફથી આવતી હોય તેઓને શામળાજી સી.એચ.સી. બ્રિજ ઉપર (નેશનલ હાઈવે) થી આગળ કારછા એસ.ટી.સ્ટેન્ડ થી શામળાજી તરફ આવવા સારૂ તેમજ શામળાજી એચ.જી. વિદ્યાલય સર્વિસ રોડ થઈ શામળાજી આવવા તેમજ રતનપુર તરફથી આવતી બસો કે જે હિંમતનગર રૂટ તરફ જનાર હોય તેઓને સી.એચ.સી. તરફ ન જવાની સમજ કરી તેઓને એચ.જી.વિદ્યાલય આગળ સર્વિસ રોડ તરફથી શામળાજી બ્રિજ ઉપર (નેશનલ હાઈવે) થઈ બસ લઈ જવા સારૂ તા.૦૨.૧૧.૨૦૨૫ના સવારના ૦૫-૦૦ કલાક થી તા.૦૫.૧૧.૨૦૨૫ના રોજ ૨૪-૦૦ કલાક સુધી કુલ દિન -૪ (ચાર) માટે ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૩(૧)નો ખંડ(ખ) મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઈ.ચા.પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી-મોડાસા દ્વારા દરખાસ્ત અત્રેની કચેરીએ મોકલી આપેલ છે.

વાસ્તે, ડી. વી. મકવાણા, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી-મોડાસા દ્વારા સને ૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧)ના ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૦૨.૧૧.૨૦૨૫ ના ૦૫-૦૦ કલાક થી તા.૦૫.૧૧.૨૦૨૫ના રોજ ૨૪-૦૦ કલાક સુધી દિન -૪ (ચાર)નું શામળાજી બસ સ્ટેન્ડમાં આવતી બસો માટે નીચે મુજબ ડાયવર્ઝન આપવા ફરમાવવામાં આવે છે હિંમતનગર, મોડાસા, ભિલોડા તરફથી આવતી બસો માટે

શામળાજી સી.એચ.સી. બ્રિજ ઉપર (નેશનલ હાઈવે) થી આગળ કારછા એસ.ટી.સ્ટેન્ડ થી શામળાજી એસ.જી.

વિદ્યાલય સર્વિસ રોડ થઈ શામળાજી તરફ આવવા

રતનપુર તરફથી આવતી બસો માટે

હિંમતનગર રૂટ તરફ જનાર બસો સી.એચ.સી. તરફ ન જતાં એચ.જી. વિદ્યાલય આગળ સર્વિસ રોડ તરફથી શામળાજી બ્રિજ ઉપર (નેશનલ હાઈવે) તરફ જવા સારૂ

વધુમાં, ટ્રાફિક નિયમન થાય તે માટે વોકી-ટોકી સેટ સાથે ટ્રાફિકના માણસો મૂકવાના રહેશે તેમજ ટ્રાફિક નિયમન તંત્ર, પોલીસ તંત્રએ સંબંધિત ગ્રામ પંચાયતોનો સહકાર મેળવી ટ્રાફીક નિયમન થાય, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને સદર હંગામી પ્રતિબંધનો સુચારૂ અમલ થાય તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય આયોજન કરવાનું રહેશે. અગત્યના સ્થળોએ ટ્રાફિક પોઇન્ટ નિયત કરી ટ્રાફિક કર્મચારીઓ મૂકવાના રહેશે તેમજ જરૂરી સાઇન બોર્ડ, સૂચનાઓ અગાઉથી લગાવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૧ હેઠળ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામા અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા, ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્તાધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ અરવલ્લી

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores