>
Saturday, November 1, 2025

સમગ્ર રાજયમાં વાહનોમા આપવામા આવતા ઇ-ચલણો હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ એપ તથા યોનો એપથી ભરી શકાશે

સમગ્ર રાજયમાં વાહનોમા આપવામા આવતા ઇ-ચલણો હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ એપ તથા યોનો એપથી ભરી શકાશે

 

પોલીસ મહાનિરક્ષકશ્રી, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી રાજયમા વર્ષ-૨૦૨૩ થી NIC સહિયોગથી ONE NATION ONE CHALLAN એપ્લીકેશનના માધ્યમથી વાહન ચાલકોને દંડની રકમ ઓનલાઇન ચુકવવાની સુવિધા ઉપલબ્ધ હતી જેમાં વાહન ચાલકોને દંડની રકમ નેટ બેંકિંગ, ડેબીટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ, ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇટ ઉપરથી ભરી શકાતા હતા પરંતુ હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેફ્ફોર્મ એટલે કે ડાયરેક્ટ ગુગલ-પે, ફોન પે, યોનો એપ્લીકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકાશે.

 

DOPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહન ચાલકોને વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા સાહેબનાઓએ ઉપરોકત એપ અંગે વધુમા વધુ લોકો આ એપનો લાભ લેવા અનુરોધ કરેલ છે. તો ગીર સોમનાથ જિલ્લા ની તમામાં પ્રજાજનો ને ગુજરાત સરકાર તરફથી આ સુવિધા નો લાભઆપવામાં આવ્યો હોય ત્યારે જે લોકો એ ઇ-ચલણ ભરવાના બાકી હોય તેઓ ગુગલ-પે, ફોન પે, ભીમ એપ તથા યોનો એપથી ઇ-ચલણ ભરી શકાશે અને ભવીષ્યમાં પણ ઇ-ચલણ આ એપ થી ભરી શકાશે જેથી વધુમા વધુ લાભ લેવા જીલ્લા ટ્રાફિક શાખા ગીર સોમનાથ દ્વારા અપીલ કરવામાં આવે છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores