>
Saturday, November 1, 2025

હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા બે મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા બે મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મીત ગોહીલ સાહેબનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો ઈન્ચાર્જ પો.ઈન્સ એમ.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

 

તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને હિમતનગર મહેતાપુરા પાસે આવતા અ.હેડ.કો જીગ્નેશકુમાર સુરેશભાઈ તથા અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહનાને બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૫૦૮૧૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ.૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪),૩૧૭(૨), ૫૪ મુજબના ગુન્હાના કામનો આરોપી રવિભાઈ જયંતિભાઈ ઠાકોર રહે,ગાયત્રી મંદિરના પાછળ ઝુંપડામાં કલોલ શહેર તા.કલોલ જી.ગાંધીનગરનો હિંમતનગર મહેતાપુરા જકાતનાકા પાસે ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

આમ,હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા બે મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.

 

> કામગીરી કરનાર અધીકારી કર્મચારી

 

(૧) એમ.ડી.ચૌહાણ પોલીસ ઇન્સપેક્ટર

 

(૨) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ

 

(૩) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ

 

(૪) અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ

 

(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ

 

(૬)આ.પો.કો કિર્તિરાજસિંહ કિરીટસિંહ

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores