>
Saturday, November 1, 2025

હિંમતનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બી.એમ ગણાવા સહિત અધિકારીઓની નિષ્ક્રિય કામગીરી સામે આવી

હિંમતનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બી.એમ ગણાવા સહિત અધિકારીઓની નિષ્ક્રિય કામગીરી સામે આવી

તા૩૧ બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી હિંમતનગર:શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ સેફ્ટી અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. સ્થાનિક ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે બજારમાં કેટલીક દુકાનોમાં એક્સપાયરી તારીખ વાળા ખાદ્ય પેકેટ્સ વેચવામાં આવી રહ્યા છે.

એક ગ્રાહકે દૈનિક ઉપયોગના પેકેટ ફૂડ સામાનની ખરીદી દરમિયાન તેની ઉપર લખેલી તારીખ ચકાસતા ખબર પડી કે તે એકસપાયરી ડેટ પસાર થયેલું હતું. આ અંગે ગ્રાહકે વેપારીને ટકોર કરતાં યોગ્ય જવાબ ન મળતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં આવી રીતે બેદરકારીભર્યું વેચાણ ચાલુ હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ નિષ્ક્રિય રહી છે. નિયમિત ચકાસણી, લેબ ટેસ્ટિંગ અને રેડ જેવી કામગીરી લાંબા સમયથી થઈ નથી એવું નાગરિકોનો આક્ષેપ છે.

ગ્રાહકોએ માંગણી કરી છે કે જિલ્લા ફૂડ (FDCA) વિભાગ તાત્કાલિક શહેરના ખાદ્યપદાર્થોની તપાસ કરે, એકસપાયરી સામાન વેચનાર વેપારીઓ સામે કાર્યવાહી કરે અને આવી બેદરકારી અટકાવવા માટે કડક પગલાં ભરે.

જો કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores