>
Sunday, November 2, 2025

ઊના સરકારી હોસ્પિટલના સ્ટાફની હેરાનગતિ: અધિક્ષક દ્વારા પોલીસ ફરિયાદની ભલામણ

ઊના સરકારી હોસ્પિટલના સ્ટાફની હેરાનગતિ: અધિક્ષક દ્વારા પોલીસ ફરિયાદની ભલામણ

 

ઊના: ઊનાની સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા સતત હેરાનગતિ અને ફોન પર અભદ્ર શબ્દોમાં વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. વારંવારના ફોન કોલ્સ અને ગેરવર્તનને કારણે સ્ટાફ તંગ આવી જતાં આખરે આ અંગે હોસ્પિટલના અધિક્ષક સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર કોઈ અસામાજિક તત્વ દ્વારા વારંવાર ફોન કરવામાં આવી રહ્યો હતો. આ વ્યક્તિ ફોન પર સ્ટાફને હેરાન કરતો હતો અને વાતચીત દરમિયાન અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતો હતો. હોસ્પિટલ જેવા જાહેર સેવાના સ્થળે ફરજ બજાવતા સ્ટાફને આ પ્રકારની હેરાનગતિ સહન કરવી પડતી હતી.

આ હેરાનગતિની ફરિયાદ સૌ પ્રથમ નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના અધિક્ષક ને કરવામાં આવી હતી. સ્ટાફે લેખિતમાં સમગ્ર ઘટનાક્રમની વિગતો આપી હતી અને હેરાન કરનાર વ્યક્તિના ફોન નંબરની પણ જાણ કરી હતી.અધિક્ષક દ્વારા PI ને લેખિત રજૂઆત

કર્મચારીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને હોસ્પિટલના અધિક્ષક દ્વારા તુરંત જ ઊના પોલીસ સ્ટેશનના પી.આઈ. ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં હેરાનગતિ કરનાર વ્યક્તિના ફોન નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

સરકારી હોસ્પિટલના સ્ટાફને તેમના ફરજના સમય દરમિયાન આ પ્રકારે હેરાન કરવા અને અભદ્ર વર્તન કરવા બદલ પોલીસે સત્વરે પગલાં લે તેવી માંગણી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને સ્ટાફ નિર્ભયતાથી પોતાની સેવા આપી શકે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores