>
Sunday, November 2, 2025

દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ ની કેળ નુ થયું પુજન 

દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ ની કેળ નુ થયું પુજન

  •        ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ મંડપ ની કેળ નુ પુજન કરવામાં આવ્યું હતું પ્રાચીન પરંપરા મુજબ તુલસી માતાજી ના વિવાહ ના મંડપ મા વૃક્ષો નુ મહત્વ અનેરું છે ત્યારે આજરોજ શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો દ્વારા માંડવો વાઢવા ગયા હતા જે માંડવો વાઢી ને નિજ મેદાન ખાતે આવતા તુલસી વિવાહ ના યજમાન શ્રી દિનેશભાઇ ડોડિયા તથા ભાવના બેન ડોડિયા એ ગૌ સેવકો નુ કુમકુમ તિલક કરી ને સ્વાગત કર્યું હતું પરંપરાગત રીતે માંડવા મા રોપવામાં આવતા કેળ ના થંભ નુ પણ પુજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ માંડવા મા આસોપાલવ આંબો જાબુડો ઉંબરો નાળિયેરી ના પાના સહિત ના વૃક્ષો નુ પુજન કરી ને માતાજી નો લગ્ન મંડપ ઉભો કરવામાં આવ્યો છે

આ માંડવા રોપણ કાર્યક્રમ મા પૃથ્વી દમણિયા એ ભારે જહેમત ઉઠાવી હતી તો રાહુલભાઇ વંશ માંડવા ના રથ ના સારથી બનીયા હતા આમ આજરોજ તુલસી માતાજી ના માંડવા રોપણ કાર્યક્રમ ને લય ને યુવાનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores