વડાલી પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ કિંમત 68 હજાર નો મુદ્દા માલ શોધી કાઢ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ સાહેબ તથા ઇડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબ ના ઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્ત નાબુદ કરવા કામગીરી માટે સૂચના આપેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં તપાસમાં હતા
તારીખ 3/ 11/ 2025 ના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે વેડા છાવણી તાલુકો. વડાલી ગામે રહેતા અજય કુમાર દિનેશજી ચૌહાણ પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર વેચાણ માટે રાખેલ છે જે બાતમી હકીકત આધારિત આરોપીના ઘરે જઈ તપાસ કરતા ઘરે કોઈ હાજર મળી આવેલ નહીં પરંતુ મકાનના આગળના રૂમમાં ખૂણામાં ચેક કરતા ત્યાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલ ટીન નંગ 287 એમ મળી કુલ 68,000 નો મુદ્દામાલ કબજે કરી આરોપી અજય કુમાર દિનેશભાઈ ચૌહાણ રહે. વેડા છાવણી તાલુકો. વડાલી જીલ્લો સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આરોપી..
અજય કુમાર દિનેશજી ચૌહાણ રહે. વેડા છાવણી તાલુકો. વડાલી જીલ્લો સાબરકાંઠા
કામગીરી કરનાર કર્મચારી…
ડી.આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર વડાલી
એ.એસ.આઇ વનીતાબેન માનસિંહભાઈ
અ.પો.કો.વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ
અ.પો.કો.નરેશકુમાર મોતીભાઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 144899
Views Today : 