ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ ભોજન સમારંભ યોજાયો
દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજરોજ ભોજન સમારંભ યોજાયો હતો જેમાં ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ખાસ ઉપસ્થિત હતા તેમજ રુપિયા 10100/ નુ અનુદાન પણ આપેલ તથા આ તકે રામપરા ગામ ના લોકો પણ ભોજન સમારંભ મા હાજરી આપી હતી
સાથે સાથે પરંપરા મુજબ આણા પ્રસંગ અનુરૂપ ઠાકોર જી તથા તુલસી જી ને તેડાવી અને આજે ફરી ઠાકોરજી તથા તુલસી માતાજી ને નિજ રામપરા ગામે વળાવવા મા આવેલ તથા ભોજન સમારંભ દરમિયાન ઠાકોરજી તથા તુલસી માતાજી ના દર્શન માટે ભોજન સમારંભ મંડપ ખાતે રાખવામાં આવેલ હતા તથા ભોજન સમારંભ દરમિયાન લોકો એ દર્શન નો લાભ લીધો હતો સાથે સાથે અંદાજીત 4000/ લોકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો
આમ આજરોજ તુલસી વિવાહ પ્રસંગે ના અંતિમ કાર્યક્રમ યોજાયો હતો જેને શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે જે કે એકેડેમી ના બાળકો એ અનન્ય સેવા બજાવી હતી આ સમગ્ર તુલસી વિવાહ ના લગ્ન ના શુકન થયા ત્યાર થી ભોજન સમારંભ સુધી ના તમામ કાર્યક્રમો યોજાયા જેમાં દાંડિયા રાસ સાજી ના ગિત હલ્દી પિઠી મામેરું મોસાળું વગેરે જે જે કાર્યક્રમ યોજાયા જેમાં શ્રી રામ મંડપ સર્વિસ તથા આવકાર મંડપ સર્વિસ ના લોકો એ અનન્ય કામગીરી કરેલ છે
કાબિલે દાદ છે તથા આ કમોસમી વરસાદ સામે આ શ્રી રામ મંડપ સર્વિસ તથા આવકાર મંડપ સર્વિસ પડકાર જનક કામગીરી અનન્ય રીતે કરેલી હતી આજે જ્યારે ભોજન સમારંભ યોજાયો હતો જેમા હિન્દુ ઓફિસીયલ ગૃપ દ્વારા ખાસ મસાલા સોડા નુ સ્ટેન્ડ રાખી ને હિન્દુ ઓફિસીયલ ગૃપ દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરી હતી જ્યારે છાશ તથા પાણી ના સ્ટેન્ડ પર સમિરભાઇ સોલંકી એ પણ સુંદર સેવા બજાવી હતી આમ આજે તુલસી વિવાહ સમાપન સમારોહ સુંદર રીતે સંપન્ન થયો હતો આ તકે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના સેવકો દ્વારા સમસ્ત લોકો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 145281
Views Today : 