ઉના ના દેલવાડા ગામે પંચાયત દ્રારા લોકો ને તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા પેરાવવા મા આવે છે
ઉના તાલુકાના દેલવાડા ગામે ગામ મા સ્ટ્રીટ લાઈટ ગામ ની દરેક ગલી શેરી બજારો મા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે સરાહનીય છે પરંતુ હાલમાં ગામ ની અમુક ગલી શેરી વિસ્તારમાં આવી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે તો અમુક વિસ્તારોમાં ધોળા દિવસે પણ ચાલુ જોવા મળે છે તો અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ લટકાવી દેવામાં આવી છે પરંતુ નિચે લેમ્પ લટકતા જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે સને 2016 મા તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી એ દેલવાડા ગામમાં ગૃત્પ પ્રયાગ ખાતે સપ્તાહ ના કાર્યક્રમ મા હાજરી આપી હતી ત્યારે દેલવાડા ગામ ને ડિજિટલ જાહેર કર્યું હતું 
પરંતુ ખાટલે મોટી ખોડ છે કે સ્થાનિક પંચાયત ની અણ આવડત હોય કે પછી બેદરકારી હોય આ ડિજિટલ દેલવાડા ગામ મા લાઇટ ની સુવિધા પણ બરાબર આપવા મા નથી આવતી આ લખાઈ રહ્યું છે ત્યારે અમારા રિપોર્ટર રમેશભાઇ ના કેમેરા માં પારસી ના ડેલા પાસે અને ભાગલા કોઠા પાસે સ્ટ્રીટ લાઇટ ચાલુ હાલતમાં જોવા મળી હતી જ્યારે દેલવાડા ગામ ની બજાર માં સ્ટ્રીટ લાઈટ લટકાવી દેવામાં આવી છે પણ બંધ હાલતમાં છે પરંતુ લાઇટ ની નિચે લેમ્પ લટકતા રાખી સંતોષ માન્યો છે આ રીતે દેલવાડા પંચાયત ગ્રામજનો ને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહી છે 
હવે જોવાનું એ રહ્યું કે જે જે વિસ્તારમાં લાઈટો બંધ હાલતમાં છે એ ચાલુ કરસે કે પછી જેસે થે સાથે સાથે પંચાયત એ સ્ટ્રીટ લાઇટ નીચે લટકાવેલા લેમ્પ દેખાસે કે કેમ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના


                                    



 Total Users : 145146
 Views Today : 