જૂના મનદુઃખમાં ઊનામાં જીવલેણ હુમલો: ચાર શખ્સો ગંભીર રીતે ઘાયલ!
ઊના શહેરમાં જૂના મનદુઃખની અદાવતમાં આઠ શખ્સોના એક જૂથે ધારીયા, તલવાર, છરી અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે ચાર વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં ચારેય વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગત તારીખ 2 નવેમ્બરની રાત્રિના આશરે 9:00 વાગ્યાના અરસામાં ઊના શહેરના વેરાવળ રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ નજીક આવેલ ધીરુભાઈ પ્રિન્સ હોટલની રેકડી પર મિહિર પ્રવીણભાઈ રાઠોડ અને તેમના મિત્ર પવન ગૌસ્વામી જમવા માટે બાંકડા પર બેઠા હતા.એ જ સમયે, બે બાઇક પર આવેલા છ શખ્સો અને અન્ય બે પગપાળા આવેલા શખ્સો સહિત કુલ આઠ શખ્સોનું જૂથ એકસંપ થઈને તેમના પર તૂટી પડ્યું હતું. હુમલાખોરો પાસે તલવાર, ધારીયા, લોખંડના પાઈપ, ધોકા અને છરી જેવા ઘાતક હથિયારો હતા.ફરિયાદ મુજબ, આ આઠેય શખ્સોએ મિહિર રાઠોડ અને તેમના મિત્રો પવન ગૌસ્વામી તથા જીગ્નેશ પર આડેધડ હુમલો કર્યો હતો. તેઓને માથાના ભાગે, પેટ, હાથ-પગ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જીવલેણ માર મારીને ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં રોડ પર છોડીને તમામ હુમલાખોરો નાસી છૂટ્યા હતા.ફરિયાદી મિહિર પ્રવીણભાઈ રાઠોડ દ્વારા ઊના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ,હાર્દિક ઉર્ફે કોઠી સોલંકી,,જયેશ વાળા,ભાવેશ પ્રેમજી સાખટ,રમેશ મજીઠીયા,ભાવેશ ઉર્ફ સીસી સાખટ,સાગર સોમા પરમાર, દેવ બાંભણીયા ,અનિલ બાંભણીયા પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ, આ જીવલેણ હુમલા પાછળનું કારણ જૂનું મનદુઃખ હતું. દિવાળીના સમયમાં ભાવેશ સાખટે મિહિર રાઠોડના મિત્ર પવન ગૌસ્વામી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ જ બનાવ અંતર્ગત અદાવત રાખીને આ આઠેય શખ્સોએ મંડળી રચીને એકસંપ થઈને હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ગંભીર બનાવ અંગે ઊના પોલીસ સ્ટેશનમાં મિહિર પ્રવીણભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. ઊના પોલીસે ગુન્હો નોંધીને તમામ આઠ હુમલાખોરો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને તેમની ધરપકડ માટે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
એક ભારત ન્યૂઝ ઉના






Total Users : 145542
Views Today : 