એક બાજુ કુદરત રુઠે બીજી બાજુ ભૌગોલિક સ્થિતિ આમા માછીમારો જાય તો કયા જાય સૈયદ રાજપરા ગામ ના કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન દ્વારા સરકાર મા રજુઆત કરી
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ એટલે કે તાલુકાના લગભગ ચાલીસ થી પચાસ હજાર લોકો ને રોજગાર ને રોજીરોટી આપતુ બંદર છે આ બંદર ઉપર નાની મોટી અંદાજીત 500/600 બોટો દરીયા મા માછીમારી કરે છે દેશ ના અર્થ તંત્ર ને કરોડો રૂપિયા નુ વિદેશી હૂંડિયામણ રળી આપે છે પરંતુ સુવિધા ને નામે કાઇ નથી એવું પણ કહિ શકાય છે કારણ કે આ બંદર ઉપર અવારનવાર કુદરતી આપત્તિ ઓ આવે છે જેના કારણે આ બંદર ના બોટ માલિકો પરેશાન છે
બંદર ઉપર આવતી કુદરતી આપત્તિ અને ભૌગોલિક સ્થિતિ ધ્યાન એ રાખી સરકાર દ્વારા બંદર ની ખાડી નુ ડ્રેજીગ કરવુ ખુબ જરૂરી છે આ બંદર ની ખાડી માં રાવળ નદિ રુપેણ નદિ માલણ નદી અને ભાડા નો ભાડિઓ ચોમાસા દરમિયાન ભરપૂર ઘોડાપૂર સ્વરૂપ એ આવે છે પરંતુ ખાડી માં ભરાયેલા કાદવ કીચડ થી સરકારી ભાષા માં કહીએ તો હાર્બર બારુ સાવ બુરાઇ ગયુ છે આ કારણોસર બોટ ને ફિશીંગ કર્યા પછી બંદર ઉપર લાવવા લઈ જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ બારા મા ભરાયેલા કાદવ કીચડ ના કારણે ઘણી વખત બોટ ભરાઇ જવાથી બોટો તુટી જાય છે ડુબી જાય છે આ કારણોસર માછીમાર ખલાસી ભાઈઓ એ જાન પણ ગુમાવેલ છે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ બાંભણિયા એ સરકાર મા રજુઆત કરી છે
હવે જોવાનું એ રહ્યું કે બોટ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તો સરકાર દ્વારા શુ કામગીરી હાથ ધરવામાં આવે છે હાલ મા માછીમારો ને ઓગસ્ટ મહિનામાં વાવાઝોડા દરમિયાન બોટ ડૂબી જતાં 3 માછીમારો લાપતા થયા છે ત્યારથી આજ દિન સુધી એ માછીમારો જીવિત કે મૃત હાલતમાં મળી આવ્યા નથી તો આ વરસે વાવાઝોડા તથા કમોસમી વરસાદથી માછીમારો ને તેમજ માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ને પારાવાર નુકસાન થયું છે બોટ માલિકો ને તો વિશેષ નુકસાની વેઠવી પડી છે હવે જોવાનું એ રહ્યું કે આ ચાલુ થયેલ સિઝનમાં વાવાઝોડા તથા કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકશાની નુ સરકાર વળતર આપે તો આ માછીમાર ભાઇઓ ને થોડીક કળ વળે એવું છે તથા હાલ ની પરિસ્થિતિ એ સૈયદ રાજપરા ગામ ને બંદર તરીકે જીવંત રાખવુ હોય તો ખાડી નુ ડ્રેજીગ કરવુ ખુબ જરૂરી છે એવી રજૂઆત કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી છે હવે જોવાનું એ છે કે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 145877
Views Today : 