કરુણ ઘટના: ઉનાના રેવદ ગામે ખેડૂતની આત્મહત્યા; લાખોના દેવા અને પાક નિષ્ફળતાએ લીધો ભોગ
ઇસુદાન ગઢવી દ્વારા ₹51,000 ની સહાય જાહેર, અન્ય આગેવાનોએ પણ મદદનો હાથ લંબાવ્યો
ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામે ખેડૂતોની કફોડી હાલત છતી કરતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના ખેડૂત ગફારભાઈ ઉનડ નામના યુવાને મંડળીના લાખો રૂપિયાના દેવા અને વરસાદ ના કારણે પાક નિષ્ફળ જવાથી આવેલા માનસિક તણાવને કારણે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે.
આત્મહત્યાનું કારણ દેવું અને ડિપ્રેશન પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ગફારભાઈ ઉનડ લાંબા સમયથી મંડળીનું મોટું દેવું ચૂકવી શકતા ન હતા. અતિવૃષ્ટિ ના કારણે પાક નિષ્ફળતા મળતા તેઓ આર્થિક સંકળામણ અને ગહન માનસિક તણાવ માં હતા. આ બેવડા ફટકાના કારણે તેઓ જીવન ટૂંકાવવા મજબૂર બન્યા હતા. તેમનું મૃત્યુ સમગ્ર ખેડૂત સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે અને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.ઇસુદાન ગઢવીએ પરિવારની મુલાકાત લીધી, સહાય જાહેર કરી ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટી ના નેતા ઇસુદાન ગઢવી તાત્કાલિક રેગામે પહોંચ્યા હતા. તેમણે મૃતક ગફારભાઈના શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી હતી. આર્થિક મદદના ભાગરૂપે તેમણે નીચે મુજબની સહાયની જાહેરાત કરી ઇસુદાન ગઢવીના NGO મારફતે: ₹51,000 ની તાત્કાલિક સહાય મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનડજામ દ્વારા: ₹1,00,000 ની સહાય આ રાજકીય અને સામાજિક આગેવાનોની મુલાકાતથી પરિવારને થોડો આધાર મળ્યો છે, પરંતુ આ ઘટનાએ દેવાગ્રસ્ત ખેડૂતોના પડતર પ્રશ્નો તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે.ગફારભાઈ ઉનડની આત્મહત્યાની કરુણ ઘટના અંગે સરકારી તંત્ર તરફથી સત્તાવાર કોઈ તાત્કાલિક પ્રતિભાવ આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું નથી. સામાન્ય રીતે આવી ગંભીર ઘટનાઓ બાદ વિપક્ષી નેતાઓ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતી હોય છે, જેના પગલે સરકાર દ્વારા નિવેદન કે સહાયની જાહેરાત થતી હોય છે. જો કે, અત્યાર સુધી માત્ર વિપક્ષી નેતા અને સામાજિક આગેવાનો દ્વારા જ પરિવારને મદદ કરવામાં આવી છે.આ ઘટના ખેડૂતોની દેવામુક્તિ અને પાક વીમા યોજનાની અસરકારકતા જેવા મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરે છે.આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો આજે પણ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂત સમાજ અને વિપક્ષ દ્વારા હવે આ પરિવારને સરકારી યોજનાઓ હેઠળ પૂરતી વળતર અને સહાય મળે તે માટે દબાણ વધારવામાં આવે તેવી શક્યતા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 145913
Views Today : 