વડાલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી..
વડાલી પોલીસે બે વર્ષથી ગુમ થયેલ રાજસ્થાનની દીકરીને શોધીને તેના પિતાજીને સોંપી
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં બાળકો તથા સ્ત્રીઓ ગુમ થયેલ જીવોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અંતર્ગત ઈડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા પોલીસ સ્થાફના માણસો તે દિશામાં વોચ તેમજ તપાસમાં હતા
તારીખ 7/ 11/ 2025 ના રોજ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન મગનલાલ લક્ષ્મણજી માલવીયા રહે સિસોદ તાલુકો. દેવલ જીલ્લો. ડુંગરપુર રાજસ્થાનનાઓ અમને મળીને જણાવેલ કે પોતાની દીકરી હેમલત્તા ઉંમર વર્ષ 21 છેલ્લા બે વર્ષથી પોતાના ઘરેથી નીકળી ગયેલ છે જેની રાજસ્થાન તથા ગુજરાતમાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી અને સમાચાર મળેલ કે તે વડાલીના આજુબાજુના ગામડાઓમાં મજૂરી કરે છે જેથી અમે અમારા અંગત બાતમીદારો તથા પોલીસ આપના તથા શી ટીમના માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં બહારથી મજૂરી કરવા આવેલ માણસોની તપાસ કરી હેમલત્તાબેન મગનલાલ લક્ષ્મણજી માલવિયા રહે. સિસોદ તાલુકો દેવલ જીલ્લો. ડુંગરપુર રાજસ્થાન ને શોધી કાઢવા સૂચના કરતા હકીકત મળી કે હેમલત્તા નામની એક બહેન વડગામડા મુકામે મજૂરી કરવા આવેલ છે જે આધારે મગનલાલ લક્ષ્મણજી માલવયા ને સાથે રાખી વડગામડા મુકામે આવી હેમલત્તાબેન ની શોધખોળ કરતા મળી આવતા તેના પિતાને મળાવતા આ હેમલત્તા બેન પોતાની દીકરી હોવાનું ઓળખી બતાવતા હેમલત્તાબેન ને તેના પિતાજીને સોંપવામાં આવી હતી
આમ છેલ્લા બે વર્ષથી ગુમ થયેલ રાજસ્થાન ની દીકરી ને શોધી કાઢી તેના પિતાજીને પરત સોંપી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 146109
Views Today : 