>
Friday, January 30, 2026

આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોહર જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો

આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોહર જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો

 

મહોર જિલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસના દિગજ આગેવાનો અને તાલુકા સીટના અગ્રણીઓ ભાજપમાં જોડાયા

 

વડાલી તાલુકાના મોહર ખાતે ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા દ્વારા આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકાના તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે મહોર તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એવા ચૌહાણ અશોકભાઈ અને અન્ય કાર્યકર્તા અને બાબસર અને ડોભાડા બે તાલુકા પંચાયત સીટના પ્રભાવશાળી સરપંચશ્રીઓએ રફીકભાઇ અને અરુણભાઈ નટુભાઈ પટેલ સાથે પોતાના કાર્યકર્તા ઓ સાથે તેમજ કબોસની ના યુવા કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ એ ભાજપનો ખેસ ધારણ કર્યો, જેથી તાલુકામાં રાજકીય હલચલ મચી ગઈ હતી. ભાજપમાં જોડાયેલા આ આગેવાનોને ભાજપ પરિવાર તરફથી ગરમજોશીથી આવકાર અપાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિમાં પુણેશ્વર મંદિરના મહંત પૂજ્ય ભારતી મહારાજ, પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય રમણલાલ ઇશ્વરલાલ વોરા સાહેબ, જિલ્લા પૂર્વ પ્રમુખ તખતસિંહજી, વડાલી તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા ડાયાભાઈ ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબેન પરમાર, કડવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા સદસ્યશ્રીઓ પ્રકાશસિંહ ચંપાવત, લાલસિંહ, રજુસિંહ, હસમુખભાઈ પટેલ, અરવિંદભાઈ, કમલેશભાઈ તેમજ તાલુકા અને જિલ્લાના અન્ય હોદ્દેદારશ્રીઓ, સામાજિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

આ પ્રસંગે વોરા સાહેબે આત્મનિર્ભર ભારત સ્વદેશી અભિયાન અંતર્ગત **”હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી”**ના સંકલ્પને આગળ વધારવાનો ઉદ્દેશ રજૂ કર્યો હતો અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાલી તાલુકાનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદી વિચારોને અનુસરીને વિકાસ અને સ્વદેશી આંદોલનને આગળ ધપાવશે.

 

કાર્યક્રમના અંતે નવા જોડાયેલા આગેવાનોને ભાજપનું દૃઢ સંકલ્પ અપાવી સૌએ એકતાભેર “ભાજપ જિંદાબાદ”ના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores