ઉના તાલુકાના માણેકપુર ગામ એ સમસ્ત કોળી સમાજ તથા શ્રી નવયુવક કોળી સમાજ સામાજિક સેવા ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમુહલગ્ન મહોત્સવ ના આયોજન અંગેની મિટિંગ મળી 
ઉના તાલુકાના માણેકપુર ગામ ના કોળી સમાજ ના પટેલ બીજલભાઇ રાઠોડ તથા શ્રી નવયુવક કોળી સમાજ સામાજિક સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઇ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને દ્રિતીય સમુહલગ્ન ના આયોજન અંગેની એક અગત્યની મિટિંગ મળી હતી 
આ મિટિંગમાં સમુહલગ્ન અંગે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ચર્ચા વિચારણા મા સનખડા ગામ ના વિદ્વાન શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ પંડ્યા એ પંચાંગ મુજબ ના શ્રેષ્ઠ શુભ ચોઘડિયા મુજબ મહાસુદ ૧૧ અગિયાર અને તારીખ ૨૯/૦૧/૨૦૨૬ ના રોજ નક્કી કરવામાં આવ્યું છે એટલે આગામી તારીખ ૨૯/૦૧/૨૦૨૬ ના રોજ માણેકપુર ગામ મા સમુહલગ્ન મહોત્સવ યોજાશે આ સમુહલગ્ન મહોત્સવ અંતર્ગત ની મિટિંગ મા કોળી સમાજ ના પટેલ બીજલભાઇ રાઠોડ તથા શ્રી નવયુવક કોળી સમાજ સામાજિક સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ ખાસ હાજરી આપી હતી
સાથે સાથે આ મિટિંગમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 146355
Views Today : 