>
Saturday, November 8, 2025

સરકારી કોલેજ લીલીયામાં “વંદેમાતરમ્ 150” અને સ્વદેશી શપથની ભવ્ય ઉજવણી

સરકારી કોલેજ લીલીયામાં “વંદેમાતરમ્ 150” અને સ્વદેશી શપથની ભવ્ય ઉજવણી

 

લીલીયા: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા ખાતે તા. 07-11-2025 ના રોજ NCC અને સામૂહિક સેવા ધારાના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિનું સ્મરણ પર્વ “વંદેમાતરમ્ 150” અને સ્વદેશી શપથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના આચાર્યશ્રી ડૉ. રાજેન્દ્ર સિંહ એ. રાઠોડના નેતૃત્વ હેઠળ, ડૉ. મહેશ એસ. ગઢિયા (ANO – NCC અને કો-ઓર્ડીનેટર સામૂહિક સેવા ધારા) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે અને તેઓ આપણી મહાન સંસ્કૃતિને જાણે તે હતો.

કાર્યક્રમ દરમિયાન, ડૉ. મહેશ એસ. ગઢિયાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત વંદેમાતરમ્ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે માહિતગાર કર્યા હતા, જેણે દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિની ચેતના જગાડી છે અને જેના 150 વર્ષનો સાંસ્કૃતિક વારસો આજે ગૌરવની લાગણી જન્માવે છે. ત્યારબાદ સર્વ વિદ્યાર્થીઓને “સ્વદેશી શપથ” લેવડાવવામાં આવ્યા હતા.

અંતે, રાષ્ટ્રગીત વંદેમાતરમ્નું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને ‘ભારતમાતા કી જય’ તથા ‘વંદેમાતરમ્’ના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી શબ્બીરભાઈ પરમાર, પ્રા. ડૉ. ભરતભાઈ ખેની સહિત સર્વે અધ્યાપકગણ અને નોન-ટીચિંગ સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores