ઉના તાલુકાના દેલવાડા ગામે કમોસમી વરસાદ થયો એને આજે દસ દસ દિવસો વિતિ ગયા છતાં કફોડી હાલત સ્થાનિક પંચાયત ઘોર નિદ્રામાં
ગત્ તારીખ 28/10/2025 થી તારીખ 31/10/2025 દરમિયાન ઉના સહિત ના વિસ્તાર માં ભારે કમોસમી વરસાદ થયો હતો આ વરસાદ ને કારણે ખેડૂતો અને પશુપાલકો તથા માછીમારો ને પારાવાર નુકસાની વેઠવી પડી છે પરંતુ ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી નાઘેર સોસાયટી તથા શ્યામ નગર વિસ્તારમાં આજે વરસાદ થયો એના દસ દસ દિવસ થયા તેમ છતાં આ વિસ્તારમાં વસતા લોકો કમોસમી વરસાદથી ભરાયેલા પાણી થી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રસ્તા ઓ પાણી ની અંદર છે
તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો ને ફરજિયાત ઘર માં જવા માટે ગોઠણડૂબ પાણી માંથી પસાર થવું પડે છે તો નાઘેર સોસાયટી માં પણ રસ્તા ઉપર પાણી આજે પણ ભરાયેલા છે લોકો ને વાહનો ચલાવવા અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે શ્યામ નગર વિસ્તારમાં આડેધડ પેવર બ્લોક પાથરવા ના કારણે આજે પણ પાણી ભરાયેલા હોય લોકો આ ભરાયેલા પાણી થીં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વરસાદી પાણી ભરાઇ જતા હાલ મા આ વિસ્તારમાં મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે અને આ મચ્છર ના ઉપદ્રવ ને કારણે મેલેરિયા જેવા ને પાણી જન્ય રોગચાળો ફેલાવા ની દહેશત છે
આ બધી બાબતો ધ્યાનમાં લય આ વિસ્તારમાં વસતા લોકો એ પ્રેસ મિડિયા અને સોશિયલ મીડિયા ના મારફતે સ્થાનિક પંચાયત દ્રારા આ ભરાયેલા વરસાદી પાણી ના નિકાલ માટે આશા રાખી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે શ્યામ નગર તથા નાઘેર સોસાયટી માં ભરાયેલા પાણી નો નિકાલ થાય છે કે કેમ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 146552
Views Today : 