આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ) *ગીરગઢડા પોલીસ સ્ટેશન* દ્વારા મોડેલ સ્કૂલ, ખાપટના સિનિયર/જુનિયર કેડેટોના ત્રિ-દિવસીય બિન નિવાસી કેમ્પના અંતિમ દિવસે કેમ્પના શેડ્યુલ મુજબ એક્ટિવિટી કરાવવામાં આવેલ
તેમજ વિદ્યાર્થીઓને બપોરનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવેલ તેમજ કેમ્પના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યક્રમ ની શરૂઆત થાણા અમલદાર શ્રી નુ કુમકુમ તિલક કરી આવકારી તથા દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ જેમાં સાઇબર ક્રાઇમ અને આઇટી સેલ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી
ગીરગઢડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી PIશ્રી યુ.બી.રાવલ સાહેબ, DI પ્રદીપભાઇ તથા કિંજલબેન, શાળાના પ્રિન્સિપલ શ્રી ગોવિંદભાઈ વાળા સાહેબ, તથા ખાપટ ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી કાનાભાઈ બાંભણીયા તથા સી.પી.ઓ. શ્રી ભારતીબેન તથા સંજયભાઈ નાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડેત તેમજ વિદ્યાર્થીઓએ પણ કેમ્પ દરમિયાનના પોતાના અનુભવો વ્યક્ત કરેલ હતા તેમજ ગીરગઢડા પોલીસ સ્ટેશના આઈ.ટી.એક્સપર્ટ વિપુલભાઈ નાઓએ સાયબર ક્રાઈમ વિશે મહિતી આપી હતી આ ત્રણ દિવસનો બિન નિવાસી કેમ્પ પૂર્ણ કરેલ. આ કેમ્પ થી વિધાર્થી ઓ અને પોલીસ વચ્ચે સંવાદ સેતુ પણ થયેલ હતો
તેમજ વિદ્યાર્થીની બહેનો ને સંવેદનશીલ જાણકારી મેળવી હતી આમ પોલીસ પ્રજા વચ્ચે સેતુ થાય લોકો પોલીસ ની કામગીરી થી વાકેફ થાય એવા પ્રયાસો કરવા આવેલા તેમજ આ ઇન્ટરનેટ ના યુગ મા સલામતી ની વિવિધ વિગતો ની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના
આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ) *ગીરગઢડા પોલીસ સ્ટેશન* દ્વારા મોડેલ સ્કૂલ, ખાપટના સિનિયર/જુનિયર કેડેટોના ત્રિ-દિવસીય બિન નિવાસી કેમ્પના અંતિમ દિવસે કેમ્પના શેડ્યુલ મુજબ એક્ટિવિટી કરાવવામાં આવેલ
અન્ય સમાચાર






Total Users : 147134
Views Today : 