*✨નુતન વર્ષાભિનંદન✨*
*”હર ઘર સ્વદેશી”*
*”ઘર ઘર સ્વદેશી”*

*નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના: કાળુભાઈ રાઠોડ (K.C.RATHOD)*

ઉના તાલુકાના *સીમર* મુકામે *આત્મનિર્ભર ભારત અભિયાન* અંતર્ગત *વિક્રમ સંવત 2082* ના નૂતનવર્ષના નવા વર્ષના પ્રારંભે *ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી* દ્વારા *”સૈયદ રાજપરા” જીલ્લા પંચાયત* સીટનું *સ્નેહમિલન* *ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (K.C.RATHOD)* તેમજ *ગીર સોમનાથ જીલ્લા પૂર્વ ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા* ની વિશેષ ઉપસ્થિતમાં યોજાયું હતું.
*ધારાસભ્યશ્રી* અને *પૂર્વ પ્રમુખશ્રી* એ સૌ હોદેદારો અને કાર્યકર્તાઓને *નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.* અને *નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ.* આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત સરપંચશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને *મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR)* વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સ્નેહમિલન સમારોહમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તથા જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ ટાંક, જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી હિતેશભાઈ ઓઝા, જીલ્લા ભાજપ મંત્રીશ્રી મહેશભાઈ કેશવાલા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હસમુખભાઈ ગોહિલ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારો, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.







Total Users : 147504
Views Today : 