108 ની સરાહનીય કામગીરી સામે આવી.
વિજયનગર તાલુકાના સારોલી ગામના ચકુબેન બચુભાઈ ખરાડી ઉમર 25 વર્ષ ને અચાનક પ્રસુતિની પીડા થતા 108 માં કોલ કર્યો હતો તે દરમિયાન ખેડબ્રહ્મા 108 ના ઇએમટી રાકેશ પ્રજાપતિ પાયલોટ પ્રવીણભાઈ પરમાર બંને તાત્કાલિક 108 લઈને સ્થળ તરફ જવાના રવાના થયા હતા ત્યારબાદ સ્થળ ઉપર પહોંચીને જોતા દર્દી અતિ જોખમી સગર્ભા હોવાથી તે દર્દીને હિંમતનગર સિવિલ લઈ જતા દર્દીને અચાનક પ્રસુતિનો દુખાવો વધુ થતા એમ્બ્યુલન્સ માં ફરજ પરના ઇએમટી રાકેશ પ્રજાપતિ એ પાયલોટ પ્રવીણભાઈ પરમાર ની મદદ લઈ સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો ERCP ડોક્ટરના યોગ્ય માર્ગદર્શન હેઠળ મેડિકલ સારવાર આપી તેમજ માતા અને બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 147507
Views Today : 