>
Monday, November 17, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે ભારતીય જનતા પાર્ટી નો સ્નેહ મિલન સમારોહ યોજાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે ભારતીય જનતા પાર્ટી નો સ્નેહ મિલન સમારોહ યોજાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે જીલ્લા પંચાયત સિટ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં જીલ્લા પંચાયત સિટ મા આવતા ગામો ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવિરસિહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ હાલ મા ચાલી રહેલ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ની ખાસ છણાવટ કરી હતી અને તે મુજબ વિસ્તાર થી જાણકારી આપી હતી જ્યારે જીલ્લા મહામંત્રી દિલીપભાઇ બારડ એ કમોસમી વરસાદથી ખેડૂતો ને થયેલા નુકસાનની માટે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે એ અંગે ની માહિતી આપી હતી સાથે સાથે તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં એન ડી એ ના ભવ્ય વિજય ની શુભકામના પાઠવી હતી

આ સ્નેહ મિલન સમારોહ મા ગામડા ના સરપંચ શ્રી ઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેલવાડા ગામ ના તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા તથા રાહુલભાઇ બાંભણિયા ચનુભાઇ બાંભણિયા તથા ઇન્ચાર્જ સરપંચ હાજી શબ્બીરશા બાનવા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ બારોટ તથા ચેમ્બર ઓફ કોમર્સ ના પદાધિકારીઓ તથા પંચાયત સદસ્ય રામભાઇ દમણિયા તથા લખમણભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા સ્નેહ મિલન સમારોહ મા દેલવાડા ગામ ને સરકાર દ્વારા તથા એમ પી ફંડ ધારાસભ્ય ફંડ અંગે પણ ચર્ચા કરવા મા આવેલ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores