>
Sunday, November 16, 2025

પ્રાંત અધિકારી ને આવેદન: ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને બદનામ કરવાનો આક્ષેપ: યુવા કોળી સંગઠને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ.

પ્રાંત અધિકારી ને આવેદન: ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને બદનામ કરવાનો આક્ષેપ: યુવા કોળી સંગઠને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ.

 

ઉના: ઉનાના સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદા સાથે બદનામ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ઉના યુવા કોળી સંગઠને એક આવેદનપત્ર પાઠવ્યું છે. સંગઠને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.યુવા કોળી સંગઠન દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતા ભગા ઉકા જાદવ નામના શખ્સ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો. સંગઠને આ શખ્સને “કુખ્યાત બુટલેગર” ગણાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે દારૂના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલો છે.સંગઠનનો દાવો છે કે આ પત્રની આડમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની છબી ખરડાવવાનો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવા કોળી સમાજે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે.આવેદનપત્રમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને “ગરીબોના મસીહા” અને “વિકાસના પ્રેમી” તરીકે વર્ણવવામાં આવ્યા છે. સંગઠને જણાવ્યું કે, ધારાસભ્યની કારકિર્દીને નુકસાન પહોંચાડવાના બદઈરાદાથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.

યુવા કોળી સંગઠને આ સમગ્ર પ્રકરણ પાછળ રહેલા તત્વોને શોધી કાઢવા માટે તટસ્થ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત, તપાસના અંતે જવાબદાર લોકો સામે કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. સંગઠને આ સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની લેખિત જાણ કરવા માટે પણ વિનંતી કરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores