શેઠ કે. એલ. હોસ્પિટલ, લક્ષ્મીપુરા ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વાર નું લોકાર્પણ યોજાયું
તેરાપંથ ના 11માં આચાર્ય પ્રવર ગુરુદેવ મહાસમણજી મહારાજ લાડનું થી પદવિહાર કરી સુરત અમદાવાદ અને કચ્છ મુકામે ચાતુર્માસ પછી ત્રણ વર્ષ બાદ પરત રાજસ્થાન લાડનું જતા ભગવાન શામળિયાના મંદિર એવા શામળાજી મુકામે તેરાપંત ખેડબ્રહ્માના પ્રમુખશ્રી શંકરલાલ શાહ દ્વારા કરવામાં આવેલ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી આચાર્ય ભગવતના શિષ્ય સમુદાય તથા દાનવીર દાતાઓ તરફથી મળેલ મોટી સખાવત માંથી શેઠ કે એલ હોસ્પિટલ લક્ષ્મીપુરાને આપેલ અનુદાનથી આચાર્ય મહાસમણ ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશદ્વારનું વિધિવત લોકાર્પણ શામળાજી મુકામે આચાર્ય મહાસમણજી મહારાજ દ્વારા કરવામાં આવેલ ..સમગ્ર હોસ્પિટલ પરિવાર અને આજુબાજુના હરિભક્તોએ એવું વિચારેલ કે પદવિહાર કરનાર આચાર્ય પ્રવરને તકલીફ ન થાય તે માટે શેઠ કે એલ હોસ્પિટલ લક્ષ્મીપુરા પરિવાર અને આજુબાજુના લગભગ 200 જેટલા હરિભક્તો શામળાજી મુકામે મહારાજશ્રીના દર્શન લાભ અને આશીર્વાદ માટે ઉપસ્થિત થયા હતા
. જે પ્રસંગે ધાર્મિક સભામાં પૂજ્ય શ્રી એ ઇમેજિંગ સેન્ટર અને પ્રવેશ દ્વારનું વિધિવત લોકાર્પણ કરી અને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખશ્રી વસંતભાઈ પટેલ મંત્રી શ્રી જીતાભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારી સભ્યો કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ રામજી બાવજી અન્નક્ષેત્રના સમગ્ર પ્રમુખશ્રી તેમજ કારોબારી સભ્યો અને લક્ષ્મીપુરા ગલોડીયા તથા આજુબાજુના કમ્પાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ ઉત્સાહી કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આ પ્રસંગે વસાઈના ભાગવત કથાકાર શ્રી શ્યામસુંદરજી મહારાજ લક્ષ્મીપુરા નીલકંઠ મહાદેવ મંદિરના શ્રી સોહમપુરીજી મહારાજ તથા અવધેશાનંદજી મહારાજની ઉપસ્થિતિ તથા આશીર્વાદ મળ્યા હતા. હોસ્પિટલના પ્રમુખશ્રી વસંતભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તેરાપંથના મંત્રીશ્રી શંકરલાલ સાહેબ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવાન મહાસમણજી મહારાજે જણાવેલ કે ભવિષ્યમાં જે તે ભૂમિ ઉપર પદવિહાર કરી અને હોસ્પિટલના પ્રાંગણમાં પધારવા માટે અનુમતિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુપેરે આયોજન ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને મહારાજશ્રીના આશીર્વાદ મેળવી અને કાર્યક્રમ સંપન્ન થયો હતો.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 147619
Views Today : 