વડાલી શહેરના ડોક્ટર સાથે ઓનલાઇન રોકાણના નામે છેતરપિંડી કરાઈ…
વડાલી ના ડોક્ટર સાથે ઓનલાઇન રોકાણના નામે 2.16 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ કરાઈ…
વડાલી વડાલીના ડોક્ટરને હલાલ વર્ક નામની સ્કીમમાં રોકાણ કરાવી અને ઊંચું વળતર આપવાની લાલચ આપતાં તબીબે 2.16 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરતાં તબીબે 2.16 લાખ ખોતાં વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતાં વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધરોઈ રોડ ઉપર તકવા કોલોની પાસે શમા હોસ્પિટલ ચલાવતા ડો. અલ્તાફહુસૈન અબ્દુલરહેમાન મેમણ 5 નવેમ્બરે તેમને “SALMAN MEMON TRADER (HALAL WORK)” નામના ટેલિગ્રામ ગ્રુપ મારફતે સંપર્ક કરાયો હતો. આ ગ્રુપ શેરબજાર અને IPOમાં ઊંચા નફાના લાલચભર્યા મેસેજ મોકલી લોકોને રોકાણ કરવા પ્રેરતું હતું.ગ્રુપ દ્વારા મોકલાયેલી લિંક ક્લિક કરતાં ડોક્ટરનો સંપર્ક +91 9024802021 નંબર ધરાવતા વ્યક્તિ સાથે થયો. તે વ્યક્તિએ ફક્ત 30,000ના રોકાણ પર 24 કલાકમાં 40,000 પરત મળવાનું આશ્વાસન આપ્યું હતું. વિશ્વાસમાં આવી ડોક્ટરે પોતાના બેંક ઓફ બરોડા ખાતામાંથી તે રકમ ટ્રાન્સફર કરી દીધી. પછી ઠગોએ “વિડ્રૉ ચાર્જ” અને “સિસ્ટમ ટ્રાન્ઝેક્શન ફી”ના બહાને વારંવાર રકમ માંગીને ડોક્ટર પાસેથી HDFC બેંક, ફોનપે અને ગુગલ પે મારફતે 52,200, 10,000, 62,200 અને 12,200 સહિત કુલ 2.16 લાખ હડપ કર્યા હતા. એક સપ્તાહ બાદ પણ ડોક્ટરને ન તો નફો મળ્યો, ન તો પોતાનું મૂડી રોકાણ પરત આવ્યું. આખરે ઠગ વોટ્સએપ અને ફોન બંને પરથી ગાયબ થઈ ગયો. ત્યારબાદ ડોક્ટરે 8 નવેમ્બરે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ડોક્ટરનો આક્ષેપ છે કે, ઠગોએ “શેર માર્કેટમાં રોકાણ”ના નામે નકલી સ્ક્રીનશોટ બનાવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 147994
Views Today : 