>
Friday, January 30, 2026

સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન સાળંગપુર મુકામે યોજાયું

સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન સાળંગપુર મુકામે યોજાયું

 

સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન જિલ્લા સિવાય બહાર કરવાની નેમ રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલે કરેલ.તે પહેલને અનુસંધાને પવિત્રધામ સાળંગપુર, સ્વામિનારાયણ મંદિરના અધ્યતન પ્રાર્થના હોલમાં ડી ઇ ઓ મેડમ મીતાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ પ્રસંગે સ્વામીશ્રીએ મનનીય પ્રવચન તથા આશીર્વાદ આપવામાં આવ્યા.

નમો કે નામ રક્તદાનના કન્વીનરશ્રીઓનું સન્માન, આચાર્યશ્રીઓના હોશિયાર દીકરાઓ દીકરીઓનું સન્માન, કાર્યક્રમના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ. સ્વાગત અભિવાદન ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્ર પટેલે કરેલ, આ પ્રસંગે રાજ્ય આચાર્ય પ્રમુખ ભાનુભાઈ પટેલ, જિલ્લા આચાર્ય પ્રમુખ મોગજીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ, બોટાદ જિલ્લા આચાર્ય પ્રમુખશ્રી જોરુભા બાપુ સાહેબ, મંત્રીશ્રી ડોક્ટર કાનાણી સાહેબ, અધ્યક્ષશ્રી હરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ, પી બી પટેલ, મહામંત્રીશ્રી ભરતભાઈ પટેલ, જોન હોદ્દેદાર સનત નાયક અને નિશ્ચલ મોદી, જ્યોતિ હાઇસ્કુલના સુરેશભાઈ પટેલ, જિલ્લાના તમામ નોડલ કન્વીનરશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે નિવૃત આચાર્યશ્રી નું સન્માન રાખવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઉપપ્રમુખ શ્રી શશીકાંત પટેલે કરેલ આભાર દર્શન સુનિલભાઈ પટેલે કર્યું હતું

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores