મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને મળેલ પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ બનાસકાંઠાના વિકાસપ્રવાહને નવું ગૌરવ અપાવે છે. જળ સંરક્ષણ અને અસરકારક જળ વ્યવસ્થાપન માટે મળેલ આ રાષ્ટ્રીય સન્માન માત્ર એક એવોર્ડ નથી, પરંતુ ગામડાંના લોકો, પશુપાલકો, ખેડૂતો અને ડેરીના કર્મચારીઓની સંયુક્ત મહેનતનું પ્રતિક છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ગ્રામ્ય વિકાસ અને જળસુરક્ષાનો દુરંદેશી વિઝન ‘કેચ ધ રેન’, ‘જળજીવન મિશન’ અને પ્રાકૃતિક સંસાધનોને સંરક્ષિત રાખવાની ભાવના આ સિદ્ધિના મૂળમાં છે. તેઓ હંમેશાં કહે છે કે પ્રકૃતિનું રક્ષણ, પાણીનું સંરક્ષણ અને સમુદાયની ભાગીદારી વગર ભારતનું ભવિષ્ય ટકાઉ બની શકતું નથી. બનાસ ડેરીએ આ વિચારને વાસ્તવિક કાર્યો દ્વારા સાબિત કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના દૃઢ નેતૃત્વ અને દુરંદેશી માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા, વાવ, થરાદ સહિતના વિસ્તારોમાં 325થી વધુ તળાવો, તળાવો અને જળ સંચયના પ્રોજેક્ટો ઉભા કરીને જળ વ્યવસ્થાપનનું અનોખું મોડેલ સર્જાયું છે. રણપ્રદેશ જેવી પરિસ્થિતિ ધરાવતા બનાસકાંઠામાં આજે પાણીનો પ્રશ્ન ઘટાડાયો છે, ખેતીમાં સુધારો આવ્યો છે અને પશુપાલન વધુ સશક્ત બન્યું છે. આ બદલાવના મૂળમાં છે અમારા પશુપાલકો અને ખેડૂતો જેઓએ પરંપરા સાથે આધુનિકતાનો સંગમ કરી, જળસંચય અભિયાનમાં સક્રિયતા દર્શાવી અને જળ છે તો જીવન છે આ સિદ્ધાંતને જીવંત કર્યો છે. બનાસ ડેરી આજે માત્ર ડેરી નહીં પરંતુ ગ્રામ્ય વિકાસ, જળ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ, રોજગાર સર્જન અને સમાજને આત્મનિર્ભર બનાવતી એક સફળ પ્રેરણાદાયી સંસ્થા બની ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરે મળેલું આ સન્માન બનાસકાંઠાની પ્રગતિ, ચેરમેન શ્રી Shankar Chaudhary ના નેતૃત્વ, પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વિઝન અને ગામડાના લોકોની સમૂહશક્તિના સંકલનનું પ્રતિબિંબ છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
નરસીભાઈ એચ દવે લુવાણા કળશ ઊ







Total Users : 148300
Views Today : 