>
Wednesday, November 19, 2025

સાબરકાંઠા જિલ્લા આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લા આચાર્ય અધિવેશન સન્માન કાર્યક્રમ યોજાયો

 

 

સાળંગપુર મુકામે યોજાયેલ અધિવેશનના બીજા દિવસનું સત્ર સવારે 9:00 કલાકે શિક્ષણ બોર્ડના સભ્ય અને રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યુ. બોટાદ હાઈસ્કૂલની દીકરીઓએ અભિનય દ્વારા પ્રાર્થના રજૂ કરેલ. આ પ્રસંગે રાજ્ય આચાર્ય મહામંત્રીશ્રી ભરતભાઈ ચૌધરી, જિલ્લા આચાર્ય સંઘ અધ્યક્ષ હરેશભાઈ પટેલ, સારસ્વત સંપાદક શ્રી અમિતભાઈ પંડ્યા ભાવનગર શહેર આચાર્ય સંઘ પ્રમુખ બટુકભાઈ પટેલ, ભાવનગર ગ્રામ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ગોવિંદભાઈ બટાડા, રાજ્ય સારસ્વત મંત્રી દીપકભાઈ પટેલ, કલ્યાણ નિધિ સહ કન્વીનર ગજેન્દ્રભાઈ પટેલ, કાર્યાલય મંત્રી પરમાનંદ ભાઈ પટેલ, સારસ્વત મંત્રી રાજેન્દ્રસિંહ રહેવર, મહિલા પ્રતિનિધિ દક્ષાબેન પટેલ, કલ્યાણ નિધિ મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, સંગઠન મંત્રી પ્રિયંકરભાઈ કટારા, મંત્રીશ્રી પંકજભાઈ પટેલ, સનત નાયક, નિશ્ચલ મોદી, પી.બી.પટેલ, પૂર્વ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ અને પૂર્વ આચાર્ય કિરણભાઈ પટેલ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલ આચાર્યશ્રીઓ માં જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્માના સુરેશભાઈ પટેલ, કાણીયોલ હાઇસ્કુલના અતુલભાઇ પટેલ, હાથરવા હાઇસ્કુલના વિનુભાઈ પટેલ, ચિઠોડા હાઈસ્કૂલના શંકરભાઈ પટેલ અને કિડની દાતા ગૌતમભાઈ પટેલ બડોદરા નું સન્માન કરવામાં આવ્યુ.આ કાર્યક્રમના સહયોગીઓ નવનીત એજ્યુકેશન ભાવિક આઈડીએલ પબ્લીકેશન, સાકળચંદ પટેલ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, બાપુ ગુજરાત નોલેજ વિલેજ, રાજપુર કેળવણી મંડળ અને વરૂણ પેપર મીલને સન્માનિત કરવામાં આવેલ. સ્વાગત અભિવાદન જિલ્લા પ્રમુખશ્રી મોગજીભાઈ પટેલે કરેલ, પ્રમુખશ્રી ભાનુભાઈ અને મહામંત્રીશ્રી ભરતભાઈએ સંગઠન અને વહીવટી માર્ગદર્શન આપેલ. આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલે કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્યશ્રી શશીકાંત પટેલે કરી હતી

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores