જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ,હિંમતનગર ખાતે રક્તદાન શિબિર યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ,હિંમતનગર ખાતે IMA MSN હિંમતનગર બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિર આયોજન કરાયું હતું. જેમાં 181 બોટલનું કલેક્શન કરાયું હતું.
રક્તદાન એ મહાદાન છે, અને આ કલેક્શનના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી શકશે, જે એક સકારાત્મક સામાજિક યોગદાન છે.
આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના ડીન, મેડિકલ સુપ્રિ. સીડીએમઓ, આરએમઓ ડો. વિપુલ જાની, ઇન્ટર્ન ડોક્ટરો , આયોજક ડૉ.સ્મિતરાજસિંહ ભાટી, ડૉ વત્સલ લબાના,ડૉ. બોની પટેલ તેમજ પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 148590
Views Today : 