વિજયનગર પોલીસે ઇનોવા કારમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૂની બોટલ નંગ 762 કિંમત ₹2,83,344 નું પ્રોહી મુદ્દા માલ રાખી હેરાફેરી કરતા મહિલા સહિત બે ઈસમોને ઇનોવા કાર મોબાઇલ મળી કુલ કિંમત 5,98,344 ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સ્મિત ગોહિલ ઈડર વિભાગ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્ત નાબૂદ કરવા કામગીરી માટે સૂચના આપેલ હતી જે આધારે પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રહે બાતમી મળી કે રાજસ્થાન રાજ્ય તરફથી એક ઇનોવા કારમાં ગુપ્ત ખાના બનાવી તેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરીને આવે છે અને રાણી બોર્ડર થઈ નીકળનાર છે તેવી હકીકત મળતા જે આધારે રાણી કે પોસ્ટ ખાતે ખાનગી વચમાં હતા દરમિયાન રાજસ્થાન તરફથી એક ઇનોવા કાર રજીસ્ટ્રેશન નંબર GJ 01 KP 8441 ને આવતા તેને રોકી અંદર ચેક કરતા ડીકીના ભાગે ગુપ્તખાનું બનાવેલ હોય જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 762 જેની કુલ કિંમત ₹2,83,344 નું પ્રોહિ મુદ્દા માલ તથા મોબાઇલ નંગ ત્રણ ની કિંમત 15,000 તથા રોહી હેરાફેરીમાં વપરાયેલ innova કાર રજી.ન. GJ 01 KP 8441 ની કિંમત ત્રણ લાખ મળી કિંમત 5,98,344 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
આમ વિજયનગર પોલીસને પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી
પકડાયેલ આરોપીઓ…
નરેન્દ્ર પુરી શંભુ પુરી નારાયણપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 20 રહે દેવરી પોસ્ટ પુનાવલી તાલુકો બડી સાદડી થાના નિકુંભ જી. ચોતોડગઢ રાજસ્થાન
રાહુલ ભેરુ લાલ ખારોલ ઉંમર વર્ષ 25 રહે ઘાસા થાના ઘાસા તાલુકો. માવલી જીલ્લો ઉદેપુર રાજસ્થાન
ખુશીકુવર કરણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 30 રહે 21 સમાજ કલ્યાણ હોસ્ટેલ ખેમપુરા ભોઈવાડા ગોપીનગર ગીર્વા જીલ્લો ઉદેપુર રાજસ્થાન
કામગીરી કરનાર કર્મચારી…
એવી જોશી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર
વુ.હેકો. જલ્પાબેન લાલજીભાઈ
અ.પો.કો. નકુલ કુમાર લલીતભાઈ
અ.પો.કો. નૃપેશકુમાર અરવિંદભાઈ
અ.પો.કો. આશિષકુમાર રમણલાલ
અ. પો.કો. જયદીપ કુમાર હસમુખભાઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148582
Views Today : 