સાયબર ફ્રોડ ના બનાવો અને તેમાંથી બચવા ના ઉપાયો ..
અંગે સિનિયર સિટીઝન્સ ને વિવિધ માહિતી અંગે નો એક સેમિનાર દૈનિક જાગરણ મંચ દિલ્હી ની ગાંધીનગર શાખા દ્વારા એવરગ્રીન સિનિયર સિટીઝન્સ ફોરમ હિંમતનગર ના સહયોગ થી યોજાયો.જેમાં મોટી સંખ્યા માં સિનિયર સિટીઝન્સ બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં દૈનિક જાગરણ મંચ ના દિલ્હી થી આવેલ નિષ્ણાંત શ્રી રાજેશભાઈ ઉપાધ્યાય તથા ગાંધીનગર ના સંયોજક શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા પ્રોજેક્ટર સ્ક્રીન પર પ્રેકટીકલ માહિતી આપવામાં આવી તથા સિનિયર સિટીઝન્સ ને મૂંઝવતા પ્રશ્નો ના સંતોષકારક જવાબ પણ આપેલ.
આ પ્રસંગે રોટરી ક્લબ ના પ્રમુખ શ્રી રાજુભાઈ અમીન અને સાબરકાંઠા અરવલ્લી સિનિયર સિટીઝન્સ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મધુકર ખમાર ઉપસ્થિત રહ્યા હતા. એવરગ્રીન સિનિયર સિટીઝન્સ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ એ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઉપપ્રમુખ શ્રી હરેશભાઇ દરજી દ્વારા આભારદર્શન કરી ભોજન ના રસાસ્વાદ સાથે સૌ છુટા પડ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148766
Views Today : 