ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી
સાંબરકાંઠા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજરોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિ હાઈસ્કૂલ ,ખેડબ્રહમાં ના કુલ ૧૮૦ દીકરા દીકરીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી. જેમાં ટ્રાફિક અવરનેસ, સાયબર ક્રાઇમ ફ્રોડ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા પીએસઓ, લોકઅપ ,એકાઉન્ટ રાઇટર હેડ,એમઓબી,ક્રાઈમ ને લગતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા. તેમજ મહિલા સુરક્ષા,સીનીયર સીટીઝન, બાળકો બાબતે She team,જનરક્ષક -112 હેલ્પલાઇન નંબર બાબતે માહિતી તથા હથિયાર બતાવીને હથિયાર વિશે માહિતી આપવામાં આવી
. આ પ્રસંગે પીઆઇ શ્રી આર.ટી. ઉદાવત સાહેબએ બાળકોને મનનીય ઉદબોધન કર્યું પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન, જીન્કલ બહેન, જશોદાબેન, પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અમૃતભાઈ માળી, યશ પટેલ અને અનિલ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલના ઘરે સૌ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152239
Views Today : 