>
Monday, December 8, 2025

નિસ્વાર્થ ભાવ થી પ્રકૃતિ ને સાચવનાર પશુ અને પક્ષી માટે ફરતું પશુ દવાખાનુ

વાવ..થરાદ,,

 

*નિસ્વાર્થ ભાવ થી પ્રકૃતિ ને સાચવનાર પશુ અને પક્ષી માટે ફરતું પશુ દવાખાનુ*

*1962 ફરતા દવાખાના ની સરાહનીય કામગીરી*

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ફરતુ પશુ દવાખાનુ કાર્યરત છે જેમાં થરાદ તાલુકા નાં સણાવિયા ગામમાં કાર્યરત છે. સણાવિયા ગામના ઉમાભાઈ ઠાકોર એ જણાવ્યું કે મારી ગાય સવાર ની વાતની વિયાનમાં કરતી નહિ અને પેટમાં આંટી છે, તો હાલ એ ગાય બહુ પીડિત હાલત માં છે. આ વાત ની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં નાં પશુ ચિકિત્સક ડૉ. સંજય કુંભાર અને વિક્રમભાઈ રાજપૂત તથા પાયલોટ કમ ડ્રેસર નવીનભાઈ પઢાર ને જાણ થતાં એ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાય ની ચકાસણી કરતા ગાયનું બચ્ચું પેટમાં મરી ગયું હતું અને ગર્ભાશય નું મુખ ખોલ્યું નહોતું એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળેલ છે તેથી તબીબો દ્વારા તાત્કાલિક માહિતી હાથ ધરીને સીઝરીયન ( ઓપરેશન ) કરીને બચ્ચું બહાર કાઢ્યું હતું એટલે ગાયને એક નવું જીવનદાન આપ્યું, પશુપાલક અને ગ્રામજનો ગુજરાત સરકારની દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં દ્વારા ગાય ને બચાવી લેતા આં સેવાનો આભાર માન્યો હતો તેમજ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર અરવિંદભાઈ જોષી અને પ્રોગ્રામ મેનેજર ડૉ. તાલિબ હુસૈન દ્વારા ટીમની કામગીરી ની પ્રશંસા કરી હતી અને ગ્રામ જનો આં સેવાનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.

 

પત્રકાર ,,હમીરભાઇ રાજપુત થરાદ,

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores