પ્રતિબંધિત ચાઇનીઝ/દોરી માંઝાની ફીરકીઓ વેચાણ કરતાં એક ઇસમને ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૧૮૦ કિ.રૂ. ૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી SOG ટીમ પાટણ એ દાબોચ્યો
Phar મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાયી સાહેબ, પાટણનાઓએ જીલ્લામાં કલેકટરશ્રી નાઓ દ્રારા જીલ્લામાં આગામી તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ મકરસંક્રાતિ તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરા/માંજાઓની પ્લાસ્ટીકની દોરીની વપરાશથી માનવ જીવન તથા પક્ષી તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોઈ જે ચાઇનીઝ દોરીની અમુકવાર માણસો તથા પક્ષીઓને પ્રાણઘાતક ઇજાઓ થાય છે.જેથી પ્લાસ્ટિક કે સીન્થેટીકૈ મટીરીયલ દોરીની આયાત ખરીદ વેચાણ, હેરાફેરી, ખરીદવેચાણ અને વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવા સારૂ મે જીલ્લા મેજી.સા.શ્રી, પાટણ નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોઈ જે જાહેરનામાનો કડક અમલ કરવા સારૂ સુચના કરેલ હોઈ જે આધારે પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ ર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમાં ખારી ઘારિયાલ બસ સ્ટેન્ડ પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખારિઘારિયાલ ગામના બસ સ્ટેશન પાસે કેબીનમા એક ઇસમ પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ જતા કેબીન પાસે એક ઇસમ પોતાના કેબીનમા પ્લાસ્ટીકની શૈલીમાં રહેલી પેટીમાં ચાઈનીઝ ફીરકીઓ નંગ-૧૮૦ રાખી કુલ કિ.રૂા.૩૬,૦૦૦/- ના કુલ ચાઇનીઝ દોરીના મુદામાલનુ વૈચાણ કરતો મળી આવી મૈં. જીલ્લા મેજી.સા શ્રી પાટણના જાહેરનામાં ભંગ કરેલ હોઈ જેથી સદરી ઇસમ વિરૂધ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુનો રજી કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઉપેન્દ્રજી જુહાજી મફાજી ઠાકોર, રહે.ખારી ઘારિયાલ, તા.ચાણસ્મા, જી.પાટણ
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ






Total Users : 152821
Views Today : 