વડાલીમાં છેલ્લા બે દિવસથી જૂથ અથડામણ ને લઈ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વડાલી શહેરમાં છેલ્લા બે દિવસથી સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે બનેલા બનાવને લઈ વડાલી શહેરની શેઠ.બી.સી.શાહ.આર્ટ્સ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ,ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પી.આઈ.ડી.આર. પઢેરીયા ના અધ્યક્ષ સ્થાને વડાલી શહેરના દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા એ વડાલી શહેરના તમામ સમાજના આગેવાનોને શાંતિ જાળવવા, યુવાનો અને વડીલોને ઘેર માર્ગે ન દોરવા, તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ હતી
. તેમજ આગેવાનોને કોઈપણ રજૂઆત કે પ્રશ્નો હોય તો પોલીસ સુધી પહોંચાડીને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં મદદ કરવા પણ જણાવ્યું હતું. ત્યારે આ શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ તમામ નગરજનોના પ્રશ્નો સાંભળ્યા હતા.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 163895
Views Today : 