>
Wednesday, December 10, 2025

વારાહી પો.સ્ટે. વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ સાથે એક ઇસમને પકડી પાડતી SOG પાટણ ટીમ એ ઝડપી પાડ્યો

વારાહી પો.સ્ટે. વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ સાથે એક ઇસમને પકડી પાડતી SOG પાટણ ટીમ એ ઝડપી પાડ્યો

 

મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ મે.જીલ્લા.મેજી. સા.શ્રી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, દહીગામડા પાટીયાથી એક ઇસમ ચાલતો દહીગામડા ગામ તરફ હાલ જ નિકળેલ છે. અને તે એક તમંચો લઇને ફરે છે. જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા દેશી બનાવટના તમંચા સાથે ઇસમ મળી આવતા સદરી ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં વારાહી પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા વારાહી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીની વિગતઃ-

 

(૧) શેરખાન સાલેહમહમદ મુસાભાઇ જાતે-ભટ્ટી (સિન્ધી-ડફેર), રહે.રાણીસર,

 

સ્કુલની બાજુમાં, તા.સાંતલપુર, જી.પાટણ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

 

(૧) દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-

 

બ્યુરો રિપોર્ટ …એક ભારત ન્યુઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores